મુંબઈઃ સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ વપરાશવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને મોટી રાહત આપી છે. તેમણે આવા 19 કિલોગ્રામવાળા સિલિન્ડરોની કિંમતમાં રૂ.115.50નો ઘટાડો કર્યો છે. નવો ભાવ આજથી જ લાગુ થયો છે. આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થતાં તેનો લાભ સરકારી કંપનીઓએ ગ્રાહકોને આપ્યો છે. 19 કિ.ગ્રા.નું કમર્શિયલ એલપીજી કમર્શિયલ સિલિન્ડર હવે મુંબઈમાં રૂ. 1,696માં મળશે. નવી દિલ્હીમાં રૂ. 1,885માં, કોલકાતામાં રૂ. 1,846માં અને ચેન્નાઈમાં રૂ. 1,893માં મળશે.
જોકે ઘરવપરાશના રાંધણ ગેસ સિલિન્ડરોની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે ગઈ 7 મેએ ફેરફાર કરવામાં આવ્યો હતો. 14.2 કિ.ગ્રા.નું આ સિલિન્ડર મુંબઈમાં રૂ. 1,052.50માં મળે છે જ્યારે નવી દિલ્હીમાં રૂ. 1,053, કોલકાતામાં રૂ. 1,079 અને ચેન્નાઈમાં રૂ. 1,068માં મળે છે.