હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સિંકદરારાઉ વિસ્તારમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં ધક્કામુક્કી થવાથી કમસે કમ 121 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના પછી CM યોગી આદિત્યનાથે તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય સેવાદાર અને આયોજકોની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જોકે સૌથી મોટી વાત એ છે કે FIRમાં બાબાનું નામ નથી. આ દુર્ઘટના પછી સત્સંગ કરવાવળા બાબા-ભોલેબાબા ઉર્ફે સીરજપાલ ગાયબ છે.
હાથરસમાં બનેલી દુખદ ઘટનાની સમીક્ષા કરવા CM યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા છે. અહીં તેઓ હોસ્પિટલમાં પીડિતો સાથે મુલાકાત કરશે. તેમણે આ દુર્ઘટના અંગે 24 કલાકમાં રિપોર્ટ માગ્યો છે.
મંગળવારે મોડી રાત્રે સિકંદરારાઉ પોલીસ સ્ટેશનમાં મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય સેવાદારોની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (બિન ઇરાદાથી હત્યા), 110 (બિન ઇરાદાથી હત્યાનો પ્રયાસ), 126 (2) (ખોટી રીતે અટકાવવા), 223 (લોકસેવક દ્વારા જારી આદેશની અવગણના), 238 (પુરાવાને નષ્ટ કરવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
जनपद हाथरस की दुर्भाग्यपूर्ण दुर्घटना पर… pic.twitter.com/VOcNSmZkwW
— Yogi Adityanath (@myogiadityanath) July 2, 2024
પ્રાપ્ત માહિતી અનુસાર આ ક્રાર્યક્રમમાં માત્ર 80,000ની મંજૂરી લેવામાં આવી હતી, પણ આશરે 2.5 લાખ લોકોથી વધુ લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ ઘટના પછી બાબા ફરાર છે. તેમની શોધખોળમાં કેટલીય ટીમો લાગેલી છે.
કોણ છે ભોલે બાબા?
નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા UP પોલીસનો ભૂતપૂર્વ કર્મચારી છે, જેણે 18 વર્ષ સુધી સ્થાનિક જાસૂસૂ એકમ (LIU)ની સાથે કામ કર્યું છે. 1990માં એટામાં તહેનાતી દરમ્યાન તે આધ્યાત્મિકતા બાજુ વળ્યો હતો અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તે તેની શાનો-શૌકત માટે મશહૂર, એટા-કાસગંજ અને વ્રજ વિસ્તાર અને કેટલાક અન્ય વિસ્તારોમાં નીચલા મધ્યમ વર્ગ અને ગરીબોની વચ્ચે બહુ મોટો પ્રશંસક છે. તેઓ હાલ ફરાર છે.