સુખવિંદર સિંહની રાજીનામાની ઓફરઃ વિક્રમાદિત્ય ભાજપમાં જોડાશે?

સિમલાઃ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીનાં પરિણામો પછી ક્રોસ વોટિંગને કારણે રાજકારણમાં ભારે હલચલ છે. CM સુખવિંદર સિંહ સુખુએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે. રાજ્યમાં કોંગ્રેસ સરકાર પડી જશે?. જેથી કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલમાં લાગેલી છે.

બીજી બાજુ, વિધાનસભામાં આજે બજેટ રજૂ થવાનું છે, પણ ભાજપે દાવો કર્યો હતો કે કોંગ્રેસ સરકાર વિધાનસભ્યોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે. તો શું ભાજપ સુખુ સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે?મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુખુએ કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલા સમીક્ષકો સામે રાજીનામાની રજૂઆત કરી છે. CM સુખુએ વિધાનસભ્યોની વધતી નારાજગીને જોતાં આ નિર્ણય લીધો છે. જોકે કોંગ્રેસ નેતૃત્વ તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

હિમાચલ કોગ્રેસનાના દિગ્ગજ નેતા અને વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યએ રાજીનામું આપ્યા પછી તેમના ભાજપમાં સામેલ થવાની અટકળો શરૂ થઈ ગઈ છે. તેમની પાસે રૂ. 101 કરોડથી વધુની સંપત્તિ છે. તેમમે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જે કંઈ થયું છે, એ લોકશાહી માટે ચિંતાજનક છે, કેમ કે રાજ્યના 70 લાખ લોકોએ કોંગ્રેસ પાર્ટીને બહુમત આપીને એક સરકાર ચૂંટણી કાઢી છે.

હિમાચલ પ્રદેશમાં માટે કોંગ્રેસના સમીક્ષક ડીકે શિવકુમારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ એક નિર્દેશ જારી કર્યો છે કે મારે ત્યાં રહેવું જોઈએ, પણ ભાજપ આટલી જલદીમાં કેમ છે? કોઈ પણ સરકારની પાસે એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પણ આ પ્રકારે ખરીદ-વેચાણ વાજબી નથી. મને વિશ્વાસ છે કે અમારા બધા વિધાનસભ્યો પાર્ટી પ્રતિ વફાદાર રહેશે.