ચીની વહાણ ભારતીય પ્રદેશમાં પ્રવેશ્યાં હતાં, અમે પાછા મોકલ્યાંઃ નેવી ચીફ

નવી દિલ્હીઃ  ભારતીય નૌકાદળના વડાએ એક મહત્ત્વની વાત દેશ સમક્ષ જાહેર કરી હતી. દેશની દરિયાઇ સરહદમાં પ્રવેશેલાં ચાઇનીઝ વહાણોને સપ્ટેમ્બરમાં ભગાડ્યાં હતાં.  ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના આ જહાજો અંદમાન અને નિકોબાર આઇલેન્ડ નજીક અંદમાન સમુદ્રમાં ભારતના આર્થિક ક્ષેત્રમાં પ્રવેશ્યા હતાં. નૌસેનાએ મંગળવારે આ વાતનો ખુલાસો કર્યો.

નેવલ ચીફ એડમિરલ કરમબીરસિંહે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પરવાનગી વિના ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાને કારણે ચીની જહાજ શી યાન 1 પાછું મોકલવામાં આવ્યું હતું.. તેમણે ભારતીય નૌકાદળના પાઇરેસી એન્ટી મિશનની સફળતા વિશે પણ વાત કરી હતી. સિંહે કહ્યું કે આ મિશનમાં 120 લૂટારા પકડાયાં હતાં અને ચાંચિયાગીરીના 44 કેસ સામે આવ્યાં હતાં.

નૌકાદળના વડાએ ચીનના વહાણ શી યાન 1 ને પરત કરવાના પ્રશ્નના જવાબમાં પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘શી યાન 1 ભારતીય સીમા ક્ષેત્રમાં આવતા પાણીથી પરત ફર્યું છે. અમારું વલણ આ મુદ્દે સ્પષ્ટ છે કે જો આપણા અધિકારક્ષેત્ર હેઠળ કોઈ પણ દેશનું શિપ આર્થિક ક્ષેત્રમાં આવે છે, તો તેને પહેલાં મંજૂરી લેવી પડશે.

ભારતીય નૌકાદળના વડાએ સતત ઘટાડેલા નેવી બજેટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, વર્ષોથી સંરક્ષણ બજેટમાં નૌકાદળનો હિસ્સો સતત ઘટાડો થયો છે. તે 2012માં 18% હતું, જે 2018માં ઘટીને માત્ર 12% થઈ ગયું છે. તેમણે કહ્યું કે ચીન હિંદ મહાસાગરમાં સતત પોતાની હાજરીમાં વધારો કરી રહ્યો છે.ભારતીય નેવી આવા દરેક પગલાં પર નજર રાખી રહી છે.

નૌકાદળના ચીફ એડમિરલ કરામબીરસિંહે કહ્યું કે, “ચીન અને પાકિસ્તાને ઉત્તર અરબી સમુદ્રમાં નૌકાદળની સંયુક્ત લશ્કરી કવાયતનો પ્રસ્તાવ સૂચવ્યો છે. અમે તેને જોઈ રહ્યાં છીએ. આ સંયુક્ત લશ્કરી કવાયત માટે તેઓએ ભારતના પ્રદેશમાં હિંદ મહાસાગરમાંથી પસાર થવું પડશે. નૌકાદળના તાકાત પર ભાર મૂકતા નૌકાદળના વડાએ કહ્યું કે અલ કાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોની દરિયાઇ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને અમે સુરક્ષા પગલાં અપનાવી રહ્યા છીએ.