નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો હતો કે તેમની પાસેના સ્રોત- કોલસા, પાણી, હવા કે સોલર એનર્જીથી વીજ ઉત્પાદન કરવા પર ટેક્સ કે ચાર્જ લગાવવાનો અધિકાર નથી. આ પ્રકારનો કોઈ પણ ચાર્જ કે ટેક્સ ગેરકાયદે છે.
કેટલાંક રાજ્ય સરકારો વીજ ઉત્પાદન પર ડેવલપમેન્ટ ફ્રી, ચાર્જ, અને ફંડની આડમાં કેટલાય સ્રોતોથી વીજ ઉત્પાદન પર વધારાનો ચાર્ચ લગાવ્યો છે. જેથી કેન્દ્રીય વીજ મંત્રાલયે 25 ઓક્ટોબરે એક સરક્યુલરમાં કહ્યું છે કે વીજ ઉત્પાદન કરવા પર કોઈ પણ કર અથવા શૂલ્ક રૂપે કોઈ પણ પ્રકારનો ચાર્જ અથવા ફીને કવર કરવી ગેરકાયદે અને ગેરબંધારણીય છે. કેન્દ્ર સરકારે એપ્રિલમાં રાજ્યોને ખાસ કરીને હાઇડ્રો પ્રોજેક્ટથી વીજ ઉત્પાદન પર કોઈ ટેક્સ કે ચાર્જ નહીં લગાવવા માટે નિર્દેશ આપ્યા હતા.
કેટલાંક રાજ્યોએ વીજ ઉત્પાદન કરવા માટે પાણીના ઉપયોગ પર સેસ લગાડવાની આડમાં ટેક્સ કે ચાર્જ લગાવ્યો હતો. રાજ્ય એને આ જળ સેસ કહી શકે છે, પરંતુ વાસ્તવમાં એ વીજ ઉત્પાદન પર એક ટેક્સ છે.
મંત્રાલયે કહ્યું હતું કે સાતમી અનુસૂચિની યાદીની કહ્યું હતું કે કોઈ પણ ટેક્સ કે ચાર્જ જેનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં નથી આવ્યો- રાજ્ય સરકારો દ્વારા કોઈ પણ આડ લઈને ના લગાવી શકાય. એનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે જ છે.