2030 સુધીમાં મુસ્લિમોની વસતિ વધીને 24-કરોડ થવાનો અંદાજ

નવી દિલ્હીઃ વર્ષ 2023 સુધીમાં ભારત વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે, એમ યુનાઇટેડ નેશન્સે એક રિપોર્ટમાં જણાવ્યું હતું. UPના CM  યોગી આદિત્યનાથે અધિકારીઓને જણાવ્યું હતું કે જનસંખ્યાને નિયંત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવે, જેથી એવું ના થાય કે કોઈ પણ ધર્મની વધતી વસતિથી સમાજમાં અસંતુલનની સ્થિતિ પેદા થાય. વર્લ્ડ પોપ્યુલેશન ડેના અવસરે સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે ચીનની વસતિ 142.6 કરોડ છે, જ્યારે ભારતની વસતિ 141.2 કરોડ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. 2023 સુધીમાં ભારત વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2030 સુધીમાં દેશમાં મુસ્લિમોની વસતિ વધીને 23.63 કરોડ થઈ જશે. આ આઠ વર્ષોમાં મુસ્લિમોની વસતિનો ગ્રોથ 10 ટકા રહેશે. હાલના સમયે દેશની વસતિ 150 કરોડ સુધી થવાનો અંદાજ છે.

રિપોર્ટ મુજબ 1948માં દેશની વસતિ 35.8 કરોડ હતી, જે 2020માં વધીને આશરે 138 કરોડ થઈ ગઈ છે. આમ 72 વર્ષમાં  દેશની વસતિ 103 કરોડ વધી છે.

10 વર્ષમાં મુસ્લિમોની વસતિ 24.78 ટકા, હિન્દુઓની 16.77 ટકા વધી

2001માં હિન્દુઓની વસતિ 82.75 કરોડ અને મુસ્લિમોની વસતિ 13.8 કરોડ હતી. જે 10 વર્ષ પછી હિન્દુઓની વસતિ વધીને 96.63 કરોડ થઈ હતી અને મુસ્લિમોની વસતિ 17.22 કરોડ થઈ હતી. આમ મુસ્લિમોની વસતિ  24.78 ટકાએ અને હિન્દુઓની વસતિ 16.77 ટકાના દરે વધી હતી.

જોકે ઝડપથી વધતી વસતિ ધર્મથી જોડાયેલી નથી, પણ સામાજિક અને આર્થિક પછાતપણ સાથે સંબંધ છે. પ્રજનન દરનો સીધો સંબંધ ધર્મથી નહીં, પણ શિક્ષણ, સામાજિક-આર્થિક સ્થિતિ અને આરોગ્યની સુવિધાથી જોડાયેલો છે.