નવી દિલ્હીઃ દિલ્હીના જંતર-મંતર પર પહેલવાનોનાં ધરણાંની વચ્ચે રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજશરણ સિંહની સામે FIR નોંધવામાં આવ્યો હતો. જે પછી WFI પ્રમુખ બ્રિજશરણ સિંહે કહ્યું હતું કે હું નિર્દોષ છું અને તપાસનો સામનો કરવા માટે તૈયાર છું. ભાજપ નેતા કહ્યું હતું કે હું વિનેશ ફોગાટની કૃપાથી સાંસદ નથી બન્યો, મારા વિસ્તારના લોકોએ મને છ વાર જિતાડ્યો છે.
તેમણે કહ્યું હતું કે પ્રત્યેક દિવસે પહેલવાનો નવી માગ મૂકી રહ્યા છે. તેમણે FIRની કરી, FIR નોંધવામાં આવ્યો તો હવે તેઓ કહે છે, મને જેલમાં મોકલી દેવો જોઈએ અને બધાં પદોથી રાજીનામું આપવું જોઈએ. માત્ર એક પરિવાર અને એક જ અખાડો વિરોધ કરી રહ્યા છે અને હરિયાણાના 90 ટકા ખિલાડીઓ મારી સાથે છે.
તેમણે કહ્યું હતું કે એક જ પરિવાર અને એક જ અખાડો કેમ? હરિયાણાના અન્ય ખેલાડીઓ કેમ નહીં? હિમાચલ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના ખેલાડીઓ કેમ નહીં? 12 વર્ષ સતત તેમની સાથે યૌન ઉત્પીડન થઈ રહ્યું હતું, તો યૌન ઉત્પીડન દેશના અન્ય ખેલાડીઓની સાથે કેમ નહોતું થતું. તેમણે કહ્યું હતું કે આમાં દેશના કેટલાક ઉદ્યોગપતિઓ કે જેમના મારાથી કષ્ટ થઈ રહ્યું છે અને કોંગ્રેસનો હાથ છે. હું તપાસ એજન્સીને સહયોગ કરવા માટે તૈયાર છું. મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે અને સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરું છું.મારો કાર્યકાળ લગભગ પૂરો થઈ ગયો છે. સરકારે ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે અને ચૂંટણી 45 દિવમાં થશે અને ચૂંટણી પછી મારો કાર્યકાળ પૂરો થઈ જશે.