નવી દિલ્હીઃ ફ્રાંસ સાથે થયેલા રફેલ લડાકૂ વિમાન સોદા પર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે કેન્દ્રમાં સત્તાધારી ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કથિત જૂઠને બેનકાબ કરવા માટે આ મામલા સાથે જોડાયેલા ઘટનાક્રમ ક્રમશઃ સામે મૂક્યાં છે. બીજેપીએ પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલથી રાહુલ ગાંધીના 9 કથિત જૂઠ અને તેની સાથે જોડાયેલા તથ્ય આપ્યાં છે. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે રાહુલે પોતાના જૂઠાણાંથી ભારતીય સૈન્ય દળોને અપમાનિત કર્યા છે અને રાહુલ ગાંધી પાસેથી અધૂરા તથ્યો સામે મૂકવા બદલ માફીની માગ કરી છે. તો આ સાથે જ બીજેપીએ કથિત રીતે જૂઠું બોલવા માટે રાહુલ ગાંધીને નોબેલ પુરસ્કારના હકદાર ગણાવ્યાં છે.
ભાજપે પોતાના ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જુઠ્ઠા ગણાવતા લખ્યું છે કે જો તેઓ અને આ ગુનામાં તેમના સાથી ધ હિંદુને પોતાની શોધ પર ભરોસો હતો તો તેમણે પોતાની શોધ સાથે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ. પરંતુ તેઓ જાણે છે કે તેમને ઉભા થવાનો મોકો નહીં મળે. બીજેપીએ રાહુલ ગાંધીને પડકાર આપ્યો છે કે તેઓ આ નવા તથ્ય સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવે. હકીકતમાં શુક્રવારના રોજ ધ હિંદું સમાચારે સરકાર દસ્તાવેજો દ્વારા દાવો કર્યો હતો કે રક્ષા મંત્રાલયના અધિકારીઓએ રાફેલ મામલે પીએઓ દ્વારા સમાનાંતર વાતચીતનો વિરોધ કર્યો હતો. જો કે રક્ષા મંત્રાલયની આપત્તિ જવાબ તત્કાલીન રક્ષા પ્રધાન મનોહર પારિકરે પણ આપ્યો હતો જેને આ લેખમાં ન છાપવામાં આવ્યો. ભાજપે રાહુલ ગાંધીના જે જૂઠાણાં ગણાવ્યાં તે આ પ્રકારે છે.
1- રાહુલ ગાંધીએ ફ્રાંસીસી મીડિયાનો રીપોર્ટ ટ્વિસ્ટ કરતાં એ જણાવવાનો પ્રયત્ન કર્યો કે દસોલ્ટને ભારત સાથે ડીલ કરવા માટે અંબાણીને ઓફસેટ પાર્ટનર બનાવવા પડ્યાં હતાં.
તથ્યઃ સુપ્રીમ કોર્ટ અને દસોલ્ટના સીઈઓએ કહ્યું છે કે ઓફસેટ પાર્ટની નિયુક્તિમાં ભારત સરકારને કોઈ લેવાદેવા નહોતા.
2- રાહુલ ગાંધીએ ભ્રાંતિ ફેલાવવાની કોશિશ કરી કે સુપ્રીમ કોર્ટે ડીલમાં ગંભીર અનિયમિતતા જોઈ છે. એટલે કે તેમણે વિચારાધીન મામલામાં પ્રોપેગેન્ડા ફેલાવવાનો પ્રયત્ન કર્યો.
તથ્યઃ સુપ્રીમ કોર્ટે અપીલ કરનારા લોકોની અરજીઓ ફગાવી અને કહ્યું કે સરકારે કશું ખોટુ નથી કર્યું.
3- રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રક્ષા મંત્રાલયના એક મોટા અધિકારીને રાફેલ ડીલના વિરોધમાં ડિસેંટ નોટ પ્રસ્તુત કરવા માટે મોદી સરકારે સજા આપી.
તથ્યઃ રાહુલ ગાંધીનું આ જૂઠાણું બેનકાબ થઈ ગયું જ્યારે અધિકારીએ પોતે મીડિયા સાથે વાતચીતમાં કોઈપણ પ્રકારની સજાનો ઈનકાર કર્યો.
4- રાહુલ ગાંધીએ કહ્યું કે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે વડાપ્રધાન મોદીને ચોર કહ્યાં અને ભારત સરકારે તેમને રીલાયન્સને શામેલ કરવા જણાવ્યું.
તથ્યઃ ઓલાંદે આ આરોપોને ફગાવ્યાં. ફ્રાંસ સરકારે અધિકારીક નિવેદન જાહેર કર્યું.
5- રાહુલ ગાંધી સંસદમાં પણ જૂઠું બોલ્યાં અને કહ્યું કે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ તેમને સ્વયં કહ્યું કે આમાં કોઈ ગોપનીય ધારા નથી.
તથ્યઃ ફ્રાંસ સરકારે તેમના જૂઠાંણાને ફગાવતાં નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે આ સમજૂતી પાર્ટીઓને ક્લાસિફાઈડ જાણકારી શેર કરવાની મંજૂરી નથી આપતી.
6- રાહુલ ગાંધીએ યૂપીએ દરમિયાન ડીલની ઘણી કીમતો બતાવી
– સંસદમાં તેમણે કહ્યું 520 કરોડ
– કર્ણાટકમાં કહ્યું 526 કરોડ
– રાજસ્થાનમાં કહ્યું 540 કરોડ
– દિલ્હીમાં કહ્યું 700 કરોડ
વિશ્લેષણઃ તેઓ જૂઠું બોલવા માટે નોબેલના હકદાર છે.
7- રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીની સરકારે સૈન્ય અધિગ્રહણના નિયમો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું.
તથ્યઃ માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના આદેશમાં કહ્યુઃં અમે એ વાતથી સહમત છીએ કે આ પ્રક્રિયા પર વાસ્તવમાં સંદેહ કરવાનો કોઈ અવસર નથી.
8- રાહુલ ગાંધીએ કહ્યું કે યૂપીએએ 526/520/540 કરોડ રુપિયામાં ડીલ કરી જ્યારે એનડીએએ આ ડીલ 1600 કરોડ રુપિયામાં કરી.
વિશ્લેષણઃ તેઓ સફરજનની તુલના સંતરા સાથે કરી રહ્યા છે. એનડીએ દ્વારા વાતચીતના માધ્યમથી નક્કી કરવામાં આવેલી કીંમત આખા ઓપરેટિંગ પેકેજ સાથેના રફેલ વિમાનની છે.
9- રાહુલ ગાંધીએ કહ્યું કે 36 વિમાન ખરીદવાનો નિર્ણય વાયુસેનાને નુકસાન પહોંચાડવા અને દોસ્તને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો.
તથ્યઃ માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે આ નિર્ણય સૈન્ય તૈયારીઓને ધ્યાનમાં રાખતાં લેવામાં આવ્યો છે અને વાયુસેના આ નિર્ણયથી ખુશ છે.