અડવાણીઃ લોકસભામાં બોલ્યાં માત્ર 365 શબ્દ, ક્યારેક જોરદાર ભાષણ કરતાં

નવી દિલ્હીઃ આક્રમક તર્ક શૈલી અને વિરોધીઓના સવાલોનો પ્રચંડતાથી જવાબ આપનારા બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો અંદાજ હવે બધાના માનસ પરથી ઉતરી રહ્યો છે. લાલકૃષ્ણ અડવાણી વર્તમાન સમયમાં લોકસભામાં સાંસદ છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં તેઓ સદનમાં ખૂબ ઓછાં બોલતાં સંભળાયાં છે.

એક જમાનો હતો જ્યારે બીજેપીમાં ફાયરબ્રાંડ શબ્દ આવતા જ અડવાણીનો ચહેરો દેખાતો હતો. સદનથી લઈને પાર્ટીમાં તેઓ જ મુદ્દાઓની લકીર ખેંચતા હતા. પરંતુ છેલ્લા 296 દિવસમાં તેઓ સદનમાં માત્ર 365 શબ્દ જ બોલ્યા છે.

બીજેપીના લોહપુરુષ નામથી ખ્યાતનામ લાલકૃષ્ણ અડવાણી તમામ વિરોધી અવાજો વચ્ચે પણ તેઓ પોતાની વાત સદન સમક્ષ રાખવામાં એક્સપર્ટ મનાતા હતા. 8 ઓગષ્ટ 2012માં સદનમાં આપવામાં આવેલું તેમનું ભાષણ હજી પણ ઘણા લોકોની સ્મૃતિમાં જીવંત હશે.  તે દરમિયાન મનમોહન સિંહના નેતૃત્વવાળી યૂપીએ સરકાર હતી અને અડવાણી વિપક્ષમાં હતા.

તે સમયે અસમમાં મોટા પાયે થયેલી જાતીય હિંસા અને ગેરકાયદેસર ઘુસણખોરી પર લાવવામાં આવેલા સ્થગન પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી હતી. સદનામાં ખૂબ શોર હતો અને મનમોહન સિંહની સરકાર સ્થગન પ્રસ્તાવને પાડવા ઈચ્છતી હતી. પરંતુ આ તમામની વચ્ચે અડવાણી બોલ્યા અને જોરદાર રીતે તેમણે પોતાની વાત પૂર્ણ કરી. જો કે તેમના રાજનૈતિક કરીયરનું આ પ્રથમ અને અંતિમ ઉદાહરણ ન હોઈ શકે. ઘણીવાર તેમણે પોતાના ભાષણથી સંસદના હંગામા વચ્ચે પોતાની વાત પુરી પદ્ધતી અને વિશ્વાસ સાથે સદનમાં કહી છે.

પરંતુ ગત પાંચ વર્ષોમાં ફાયરબ્રાંડ છબી વાળા લાલકૃષ્ણ અડવાણી અત્યારે ક્યાંક ખોવાઈ ગયા હોય તેવું લાગે છે. તેઓ સદનમાં સત્તા પક્ષ દ્વારા પ્રથમ હરોળમાં બેઠેલા દેખાય છે પરંતુ તેઓ મૌન હોય છે. ગત મહિને 8 જાન્યુઆરી 2018 ના રોજ એકવાર ફરીથી સદનમાં હંગામો થયો હતો.

આ દરમિયાન વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સદનમાં નાગરિકતા બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન પણ એલ.કે.અડવાણી સદનમાં ઉપસ્થિત હતા. પરંતુ બિલ મહત્વપૂર્ણ હોવા છતા તેઓ આ મામલે એક શબ્દ પણ ન બોલ્યા. જ્યારે આ જ અડવાણીએ 8 વર્ષ પહેલા આ જ વિષય પર તમામ રુકાવટો છતા પણ  પોતાની વાત જોરદાર રીતે સદનમાં મૂકી હતી.