ભોપાલ-ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ કેસઃ સાતને ફાંસીની સજા

લખનઉઃ લખનઉમાં NIAની વિશેષ કોર્ટે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ મામલે આતંકવાદીઓને સજા સંભળાવી છે. કોર્ટે આ મામલે મોહમ્મદ ફૈસલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ અમીર હુસૈન, આસિફ ઇકબાલને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે મોહમ્મદ આતિફ ઇરાનીને જીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ મામલે કુલ નવ આતંકવાદી દોષી માલૂમ પડ્યા હતા. એમાં કાકોરી વિસ્તારમાં સૈફુલ્લાહને ATS અથડામણમાં માર્યો ગયો હતો.

NIA કોર્ટે આ આતંકવાદીઓની સામે વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, ભારતીય દંડ સંહિતાની કલમ 324 અને 326 હેઠળ દોષી ઠેરવ્યા હતા. પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ મામલામાં UP ATS સાત માર્ચ, 2017નો કેસ નોંધ્યો હતો. ત્યાર બાદ જાસૂસી એજન્સીઓની મદદથી બધાની ધરપકડ કરવામાં આવી હતી. એની પાસે મોટી સંખ્યામાં દારૂગોળો જપ્ત થયો હતો. બીજી બાજુ, ISISના ખુરાસાન મોડ્યુલથી જોડાયેલા હોવાની વાત સામે આવી હતી.

વર્ષ 2017એ ભોપાલ-ઉજજૈન પેસેન્જર ટ્રેનમાં શાજાપુર જિલ્લાના કાળા પીપળાની પાસે જબડી રેલવે સ્ટેશનની પાસે પહોંચવા પર ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો, એમાં નવ લોકો ગંભીર રીતે અને આશરે છ લોકો અને ઘાયલ થયા હતા. એ ઘટના પછી કેન્દ્ર સરકારે 14 માર્ચ, 2017એ એની તપાસ NIAને સોંપી હતી. એ તપાસમાં સામે આવ્યું હતું કે એના દ્વારા ઝાકિર નાઇકનો વિડિયો બતાવવામાં આવ્યો હતો, એ પછી યુવાઓને જેહાદ માટે ભડકાવવાનું કામ પણ કરવામાં આવ્યું હતું.