પંજાબમાં AAP-જીતશે તો ભગવંત માન બનશે CM

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરી છે કે પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી માટે એમની પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ભગવંત માન છે. કેજરીવાલે કહ્યું કે આગામી ચૂંટણી માટે પક્ષના મુખ્ય પ્રધાન પદના ચહેરાની પસંદ કરવા માટે પક્ષે એક ઝુંબેશ આદરી હતી. તે હેઠળ મળેલા પ્રતિસાદના આધારે ભગવંત માનની પસંદગી કરવામાં આવી છે. માનની તરફેણમાં 93 ટકા લોકોએ મત વ્યક્ત કર્યો છે. માન AAPના પંજાબ એકમના પ્રમુખ છે અને પંજાબના સંગરૂર મતવિસ્તારમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAP પાર્ટીએ 112 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે.

117-સભ્યોની પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર કરાશે.