મુંબઈઃ ઓગસ્ટ મહિનો એટલે તહેવારોની મોસમની શરૂઆતનો મહિનો. આ વખતે ઓગસ્ટ મહિનામાં બેન્કો 11 દિવસ બંધ રહેવાની છે.
આમાં રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિવસની રજાઓનો પણ સમાવેશ થાય છે.
મહિનાનો આરંભ બકરી ઈદની રજાથી થશે.
બેન્કો 1-3 ઓગસ્ટ સુધી લગાતાર 3 દિવસ સુધી બંધ રહેશે.
આ વખતે ઓગસ્ટ મહિનામાં પાંચ રવિવાર આવે છે.
બેન્ક્સ 8 ઓગસ્ટ અને 22 ઓગસ્ટે મહિનાના બીજા અને ચોથા શનિવાર નિમિત્તે બંધ રહેશે.
દેશભરમાં અમુક રાજ્યોમાં ઓગસ્ટમાં 13 દિવસ બેન્કો બંધ રહેશે.
લોકોએ આ રજાઓને ધ્યાનમાં રાખવી અને પોતાના નાણાકીય વ્યવહારો-વ્યવસ્થાની અગાઉથી તકેદારી લેવી સારી.
ઓગસ્ટમાં આ દિવસે બેન્કો બંધ રહેશેઃ
તારીખ | બંધ રહેવાનું કારણ |
1 ઓગસ્ટ | બકરી ઈદ |
2 ઓગસ્ટ | રવિવાર |
3 ઓગસ્ટ | રક્ષાબંધન |
8 ઓગસ્ટ | મહિનાનો બીજો શનિવાર |
9 ઓગસ્ટ | રવિવાર |
11 ઓગસ્ટ | જન્માષ્ટમી |
ઓગસ્ટ 15 | સ્વાતંત્ર્ય દિવસ |
16 ઓગસ્ટ | રવિવાર |
22 ઓગસ્ટ | ગણેશ ચતુર્થી, ચોથો શનિવાર |
23 ઓગસ્ટ | રવિવાર |
30 ઓગસ્ટ | રવિવાર, મોહર્રમ |