કેદારનાથમાં ઓટોમેટિક મોસમ મથક સ્થાપિત કરાયું

દેહરાદૂનઃ ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લાના સત્તાવાળાોએ કેદારનાથ ધામમાં સ્વયંચલિત હવામાન મથક સ્થાપિત કરાવ્યું છે. આ મથક હિમાલય પર્વતમાળામાં સ્થિત મંદિર નગર કેદારનાથમાંથી હવામાન અંગે ચોવીસ કલાક સચોટ જાણકારી આપતું રહેશે. આ વેધર સ્ટેશન આઈઆઈટી-કાનપુરના વિજ્ઞાનીઓની મદદથી સ્થાપિત કરવામાં આવ્યું છે.

2013માં કેદારનાથમાં ભયાનક પૂર આવ્યું હતું, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. એ દુર્ઘટનાને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ આ મોસમ મથક સ્થાપિત કરાવ્યું છે જે ચારધા યાત્રા વખતે કેદારનાથમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને હવામાનની પરિસ્થિતિ અંગે સતત જાણકારી આપતું રહેશે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રએ કરેલી વિનંતી પરથી આઈઆઈટી-કાનપુરના પ્રોફેસર ઈન્દ્રસેને આ વેધર સ્ટેશન વિકસાવ્યું છે.