પટનાઃ પાછલા બે દિવસમાં બિહાર વિધાનસભાની અંદર અને બહાર નેતાઓની જે મુલાકાત થઈ એનાથી રાજકીય અટકળોનું બજાર ગરમ છે. બિહાર વિધાનસભાનું સત્ર શરૂ થયું એટલે તરત વિપક્ષના નેતા તેજસ્વી યાદવે નવા નાગરિક કાયદા, એનપીઆર અને એનઆરસીને મુદ્દે કાર્યસ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો. સ્થગન પ્રસ્તાવ પર જો સત્તા પક્ષ ચર્ચા માટે તૈયાર ના હોય તો સામાન્ય રીતે એ પ્રસ્તાવને રદ કરી દેવાય છે, પણ બિહાર વિધાનસભા અધ્યક્ષ વિજય ચૌધરીએ તેજસ્વીનો આ પ્રસ્તાવ મંજૂર કરી લીધો.
બિહાર વિધાનસભામાં મંગળવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ને 2010નું લાગુ કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો આની સાથે એનડીએ શાસિત રાજ્યોમાં આવું કરવાવાળું બિહાર પહેલું રાજ્ય બની ગયું. એનઆરસીની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થતા પહેલાં મુખ્ય પ્રધાન નીતીશકુમારે આરજેડીના નેતા તેજસ્વી યાદવની સાથે વિધાનસભામાં બનેલા મુખ્ય પ્રધાન રૂમમાં મુલાકાત કરી હતી. જોકે આ અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો, પણ આ મુલાકાત પછી વિધાનસભાના અધ્યક્ષ વિજયકુમારે આ પ્રસ્તાવ પાસ થયો હોવાની જાહેરાત કરી હતી.
વિધાનસભામાં ચર્ચા દરમ્યાન તેજસ્વીને જવાબ આપતાં નીતીશે કહ્યું હતું કે નાગરિકતા કાનૂનના વિરોધનો હાલ કોઈ મતલબ નથી., કેમ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. આની સાથે તેમણે કહ્યું હતું કે એનપીઆરની પ્રશ્નાવલિમાંના કેટલાક સવાલો પર અભિપ્રાય છે કે મુસ્લિમ વર્ગને ભવિષ્યમાં એનઆરસી લાગુ થવાથી તેમને મુશ્કેલીઓ પડે એવી શક્યતાઓ છે અને બિહારમાં એનઆરસીની કોઈ જરૂર નથી.
આરજેડીના નેતાઓ પણ માનતા હતા કે એનઆરસી અનમે એનપીઆર પર નીતીશકુમારે જે વલણ અપાનાવ્યું છે, એ પછી મુસ્લિમ સમુદાયની વચ્ચે તેમની શાખ જે ઘટી હતી, એ પહેલાંથી વધી હતી. નીતીશકુમારે એ વાતે સુપેરે પરિચિત છે કે ટ્રિપલ તલાક અને 370 પર કેન્દ્ર સરકારના સ્ટેન્ડની વિરુદ્ પગલું ભર્યાં છતાં બિહારની પેટા ચૂંટણીઓમાં મુસ્લિમ મતદાતાઓએ 20 ટકા મત તેમને નહોતા આપ્યા.
ભાજપ નારાજ
જોકે બિહારનો ભાજપ એકમમાં આને લઈને નારાજગી છે.એના પર ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે બિહાર સરકાર નાગરિકતા કાનૂનને લઈને પ્રતિબદ્ધ છે. ના પર સમજૂતીનો કોઈ સવાલ નથી.