મુંબઈઃ મુંબઈ અને ગોવાના કરમાલીની વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં 14 એપ્રિલથી બીજો વિસ્ટાડોમ કોચ લાગશે, જે આસપાસનો વ્યાપક અને બાધારહિત દ્રશ્ય ઉપલબ્ધ કરાવવામાં આવશે. મધ્ય રેલવેના અધિકારીઓએ એ માહિતી આપી હતી. મોટી બારીઓ અને પારદર્શી છતવાળો એ કોચ મુંબઈથી પુણે અને ગોવાના રેલવે ખંડના યાત્રીઓની વચ્ચે લોકપ્રિય થયા છે. કોંકણ બેલ્ટ ઝરણાં, નદીઓ, ખીણ, સુરંગો, ખેતરો અને ખાડીઓને શાનદાર દ્રશ્ય પ્રસ્તુત કરે છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈ-કરમાલી તેજસ એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક વધારાનો વિસ્ટાડોમ કોચ જોડ્યા પછી એ દેશની પહેલી AC ટ્રેન બની જશે, જેમાં આ પ્રકારના બે કોચ હશે. મધ્ય રેલવેએ એક જાહેરાતમાં કહ્યું હતું કે આ ફેરફાર પછી ટ્રેનમાં બે વિસ્ટાડોમ કોચ, 11 AC એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને બે લગેજ કોચ અને એક જનરેટર-કમ-બ્રેક વેન હશે.
આ વિસ્ટાડોમ કોચમાં અન્ય આકર્ષણોમાં LED લાઇટ્સ, રેટેબલ સીટ્સ અને પુશબેક ચેર્સ, GPS બેઝ્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓટોમેટિક સ્લાઇડિંગ કમ્પાર્ટમેન્ટ ડોર્સ, ખાસ કરીને શારીરિક અક્ષમ લોકો માટે સ્લાઇડિંગ ડોર્સ અને સિરેમિક ટાઇલ્સવાળા ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણ તરફ કાચની બારીવાળી વ્યુઇંગ ગેલેરી- આ કોચોનું સૌથી મોટું આકર્ષણ છે અને યા6 એનાથી ફોટો અને સેલ્ફી લેવાનું પસંદ કરે છે.