નાગરિકતા કાયદો પાછો નહીં જ લેવાયઃ અમિત શાહ

લખનઉઃ લખનઉમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં આયોજિત એક રેલીને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ બિલને લઈને કોંગ્રેસ, ટીએમસી, માયાવતી, સપા અને કોમ્યુનિસ્ટ બૂમો પાડી રહ્યા છે. મેં આ બિલને સંસદમાં રજૂ કર્યું છે અને હું પડકાર આપું છું કે આ બિલની કોઈપણ કલમમાં જો કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવાની વાત હોય તો મને બતાવે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે સતત અત્યાચાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં બુદ્ધની પ્રતિમાઓ તોડવામાં આવી. પરંતુ રાહુલ બાબા તમારી પાર્ટી પાપના કારણે ધર્મના આધાર પર દેશનું વિભાજપ સ્વિકારી રહી છે. જ્યારે વિભાજન થયું ત્યારે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં 30 ટકા અને પાકિસ્તાનમાં 23 ટકા અલ્પસંખ્યકો હતા. પરંતુ તેઓ આજે ક્યાં ગયા? કાં તો તેમને મારી નાંખવામાં આવ્યા અથવા તો પછી ધર્મપરિવર્તન કરાવી દેવામાં આવ્યું. આ વાત આ લોકોને નથી દેખાતી.

અમિત શાહે કહ્યું કે, હું માનવાધિકારના લોકોને પૂછવા માંગુ છું કે, તેઓ એ સમયે ક્યાં ચાલ્યા ગયા હતા કે જ્યારે કાશ્મીરમાંથી પંડિતોને ભગાડી દેવામાં આવ્યા હતા. આ 70 વર્ષોથી પીડિત લોકોને નરેન્દ્ર મોદીએ નવો અધ્યાય શરુ કરવાની તક આપી. આ જે શિખ, હિંદૂ, અને બૌદ્ધોને નાગરિકતા આપવામાં આવી. અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે, જે લોકોએ વિરોધ કરવો હોય તે લોકો વિરોધ કરે, પરંતુ હું ડંકાની ચોટ પર કહું છું કે સિટિઝનશિપ એક્ટ પાછું નહી લેવામાં આવે. અમિત શાહે કહ્યું કે, નાગરિકતા કાયદાના મુદ્દા પર કોંગ્રેસના મહાત્મા ગાંધી અને પંડિત નહેરુની પણ વાત નથી સાંભળવા માંગતી.

અમિત શાહે અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, તમે વધારે ન બોલશો. વાંચ્યા વગર જ તમે દરેક વાત પર બોલો છો. વાંચવાનું રાખો કારણ કે વાંચવાથી ફાયદો થાય છે. અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીને આદત પડી ગઈ છે કે તેઓ દેશહિતની દરેક વાતનો વિરોધ કરે છે. રાહુલ ગાંધી અને મમતા બેનર્જી કહેતા હતા કે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ન હટાવશો. જે ભૂલ જવાહર લાલ નહેરુએ કરી તેને નરેન્દ્ર મોદીએ ઉખાડીને ફેંકી દીધી.

ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે આટલા વર્ષો સુધી રાજ કર્યું. પાકિસ્તાનથી આતંકવાદી દેશમાં તાંડવ મચાવતા હતા પરંતુ કોઈ કંઈજ બોલતું નહોતું. પરંતુ પાકિસ્તાને જ્યારે ઉરી અને પુલવામામાં ભૂલ કરી તો બંન્ને વાત તેના ઘરમાં ઘુસીને આતંકવાદીઓને મારવામાં આવ્યા.

તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ કહેતા હતા કે અત્યારે રામ મંદિર પર નિર્ણય ન આપશો. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપી દીધો છે પરંતુ ત્રણ મહિનામાં ત્યાં મંદિર બનીને તૈયાર થઈ જશે. જેએનયૂમાં ભારતના ટુકડા ટુકડાના નારા લગાવનારા લોકોને વડાપ્રધાન મોદીએ જેલમાં નાંખ્યા પરંતુ રાહુલ, અખિલેશ યાદવ અને માયાવતીએ કહ્યું કે આ બોલવાની આઝાદીનો અધિકાર છે. હું આજે અખિલેશ યાદવને કહેવા ઈચ્છુ છું કે, તમે ભાજપને જેટલી ગાળો આપવી હોય તેટલી આપો દેશની વિરુદ્ધ નારા લગાવનારા લોકોને જેલમાં તો મોકલવામાં આવશે જ.