વોશિંગ્ટનઃ વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયાની મદદથી ફળો અને દુધના ઉત્પાદનોથી એવી ખાંડ બનાવી છે જેમાં સામાન્ય ખાંડની તુલનામાં માત્ર 38 ટકા કેલરી હોય છે. આ ખાંડને ટૈગાટોજ કહેવામાં આવે છે. અમેરિકાની ટફ્ટ્સ યૂનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે અત્યારસુધી આ ખાંડથી કોઈપણ પ્રકારનો દુષ્પ્રભાવ સામે આવ્યો નથી. ટૈગાટોજને અમેરિકાના ફૂડ રેગ્યુલેટર એફડીએથી મંજૂરી મળી ચૂકી છે. કેલરી ઓછી હોવા સીવાય સામાન્ય ખાંડની તુલનામાં ટૈગાટોજમાં અન્ય પણ કેટલીક ખૂબીઓ છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખાંડ ડાયાબિટીઝથી પીડિત લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાથે જ સામાન્ય ખાંડથી અલગ આ ખાંડના ઉપયોગથી દાંતોમાં કેવિટીની શક્યતાઓ પણ નથી રહેતી. સામાન્ય રીતે ટૈગાટોજ બનાવવાની પ્રક્રિયા ખૂબ જટીલ હોય છે. સામાન્ય ખાંડની તુલનામાં આનું ઉત્પાદન પણ મુશ્કેલીથી 30 ટકા જેટલું જ થઈ શકે છે.
હવે ટફ્ટ્સ યૂનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર નિખિલ નાયર અને તેમના સહયોગી જોસેફ બોબરે એક બેક્ટેરિયાની મદદથી આ ખાંડને બનાવવાની નવી પદ્ધતી શોધી છે. આ પ્રક્રિયામાં બેક્ટેરિયા સૂક્ષ્મ બાયોરિએક્ટરની જેમ કામ કરે છે. આનાથી સામાન્ય ખાંડની તુલનામાં 85 ટકા સુધી ટૈગાટોજ બનાવવા શક્ય છે.
ડાયબિટીઝના દર્દીઓ શું કરે…
|
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હજી આ પ્રક્રિયા પ્રયોગશાળા સુધી જ સીમિત છે, પરંતુ જો આને વાણિજ્યિક રુપે અપનાવવામાં સફળતા મળી તો ઘણા મામલાઓમાં ફાયદાકારક રહી શકે છે. શોધકર્તાઓએ જણાવ્યું કે ગૈલેક્ટોઝથી ટૈગાટોજ બનાવવા માટે જે એન્જાઈમનો ઉપયોગ થાય છે, તેના જલ્દી જ વિઘટિત થઈ જવાના કારણે માત્ર 30 ટકા ઉત્પાદન થઈ શકતું હતું. હવે નવો બેક્ટેરિયા આ એન્જાઈમને વિઘટિત થતા બચાવશે.