અનોખા લગ્ન: શણગારેલી ગાડીમાં નહીં પણ સાઈકલમાં આવી જાન

બઠિંડા: સામાન્ય રીત લગ્ન ધામધૂમથી ઉજવાતો પ્રસંગ છે જેમાં વર વધૂ શાહી અંદાજમાં લગ્ન મંડપમાં પહોંચે છે. દુલ્હનને તેના પિયરમાંથી વિદાય પણ શણગારેલી ગાડીમાં કરવામાં આવે છે. પણ અહીં બઠિંડા જિલ્લાના રામનગર ગામમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. આ લગ્નમાં વરરાજા જાન લઈને અલગ અંદાજમાં પહોંચ્યો જેને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. વરરાજા સાઈકલ પર લગ્ન કરવા પહોંચ્યો તેમની સાથે જાનૈયાઓ પણ સાઈકલ પર આવ્યા હતા. સૌથી મજાની વાત તો એ છે કે, લગ્નના ફેરા ફરીને વરરાજાએ નવી દુલ્હનને સાઈકલ પર જ વિદાઈ કરીને પોતાને ઘરે લઈ ગયો.

આ ખાસ અંદાજમાં રામનગરના પર્યાવરણ પ્રેમી અને સમાજ સેવી ગુરબખ્શીસ સિંગે લગ્ન કર્યા. આ લગ્નના માધ્યમથી તેમણે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને લગ્નમાં તામજામ અને બિનજરૂરી ખર્ચો કરતા લોકોને જાગૃત કર્યા.

ગુરબખ્શીશના રવિવારે લગ્ન હતા. લગ્ન તેમના ગામથી 40 કિલોમીટર દૂર વીરખુર્દમાં હતાં. લગ્ન સમારોહ 20 કિલોમીટર દૂર ઠૂઠિયાંવાલી ગામાના ગુરુદ્વારા સાહિબમાં રાખવામાં આવ્યા હતાં. ગુરબખ્શીશ સાઈકલ પર જાનૈયાઓની સાથે ઠૂઠિયાંવાલી પહોંચ્યા અને ત્યાં તેમણે રણનદીપ કૌર સાથે આનંદ કારજ (લગ્ન) કર્યા. ચા પાણી પણ લંગરમાં જ કર્યા. વિદાઈ પછી દુલ્હનને સાઈકલ પર બેસાડીને ઘરે લાવ્યા.

બઠિંડા જીલ્લાનાં મોડ મંડી પાસેનાં રામનગર ખાતે રહેવાવાળા ગુરુબખ્શીશ સિંહ જેમની પાસે લગભગ 40 એકર જમીન છે અને તે તેમના માતાપિતાનો એકમાત્ર સંતાન છે. તેમના લગ્ન, જે પ્રદૂષણથી રાહત અને સમાજને સંદેશ આપે છે, તેઓ હાલ દરેકની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે.

ગુરબખ્શીશ સિંહે જણાવ્યું કે, તે લગ્ન પર થતાં ફાલતૂ ખર્ચાના વિરોધમાં છે. તેમની ઈચ્છા હતી કે, તે પોતાના લગ્નમાં કોઈ પણ પ્રકારનો ફાલતૂ ખર્ચ નહીં કરે. લગ્ન પહેલા તેમણે તેમના સાસરી પક્ષમાં પણ વાત કરી લીધી કે, તે સાઈકલ પર જ જાન લઈને આવશે. જો સાસરી પક્ષને આ વાત મંજૂર હશે તો જ લગ્ન કરશે.

 

યુવાઓને સંદેશ, ખોટા દેખાડાથી બચો

ગુરબખ્શીશ બઠિંડાની સરકારી કોલેજ રાજિન્દરાથી એમએ નો અભ્યાસ કરી રહ્યા છે. તેમની પત્ની રમનદીપ કૌર એ બીએસસી માઈક્રોબાયોલોજીની ડિગ્રી મેળવી છે. લગ્નમાં સાસરી પક્ષ પાસેથી એક પણ રુપિયો દહેજ નથી લીધી. ગુરબખ્શીશે કહ્યું કે, કર્જો કરીને તો બિલ્કુલ લગ્ન ન કરવા જોઈએ. યુવાઓએ ખોટા દેખા દેખીથી બચવું જોઈએ અને સાદી રીતે લગ્ન કરવા જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]