નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ ગુરુગ્રામમાં વાટિકા વનમાં કુલ 1.80 લાખ સ્ક્વેર ફૂટની સાત માળની બિલ્ડિંગ પાંચ વર્ષના સમયગાળા માટે લીઝ પર લીધી છે. એમાં વાર્ષિક ભાડું રૂ. 24.05 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં વાટિકા વન ઓન વન પ્રોજેક્ટ લિ. અને એર ઇન્ડિયા લિ.એ એક લીઝ એગ્રીમેન્ટ નોંધાવ્યો હતો. રજિસ્ટ્રેશન રેકોર્ડ અનુસાર રૂ. 1.89 કરોડના માસિક ભાડા પર એર ઇન્ડિયાએ વાટિકા વન ઓન વનના બ્લોક પાંચમાં 1,80,750 સ્કવેર ફૂટની ઓફિસ લીઝ પર લીધી છે, જેના કુલ છ માળ છે.
વાટિકા વન ઓન વન ગુરુગ્રામના સેક્ટર 16માં 12 એકરનું એક ઓફિસ કોમ્પ્લેક્સ છે, જે નેશનલ હાઇવે 48 પર સ્થિત છે. એ ઇન્દિરા ગાંધી એરપોર્ટથી છ કિલોમીટર દૂર છે અને એમાં ચોકની સામે છ અલગ-અલગ ટાવર છે એ સિગ્નલ મુક્ત ક્નેક્ટિવિટી પ્રદાન કરે છે.
એર ઇન્ડિયાએ સમજૂતીના ભાગરૂપે અને રેકોર્ડ અનુસાર રૂ. 11.34 કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટની ચુકવણી કરી છે. એગ્રીમેન્ટ અનુસાર બ્લોકમાં રૂ. પાંચ કરોડ અને 180 પાર્કિંગ સ્થળો ને વધારાના 18 સ્થળો આપે છે.
લીઝ 29 સપ્ટેમ્બર, 2023એ શરૂ થઈ છએ અને ભાડા લીઝ શરૂ થવાની તારીખના છ મહિના પછી આપવાનું છે. માર્ચ, 2024માં ભાડાનો સમયગાળો શરૂ થવા સુધી લીઝ પર સ્પેસ લેવાનારા ભાડામુક્ત સમય આપવામાં આવશે. આ સમજૂતીમાં એક શરત એ રાખવામાં આવી છે કે ત્રણ વર્ષ પછી વાર્ષિક ભાડું 15 ટકા વધશે.