એર-ઈન્ડિયાનું વેચાણઃ ‘વિજયી-બોલી ટાટા ગ્રુપની’ સમાચાર ખોટા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને વેચી રહેલી ભારત સરકારે તેને મળેલી નાણાકીય બોલીઓમાંથી વિજેતાને મંજૂર કરી દીધી હોવાના સમાચાર વહેતા થયા છે, પરંતુ તે અહેવાલો ખોટા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગના સેક્રેટરીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘સરકારે બોલી મંજૂર કરી હોવાના અહેવાલો ખોટા છે. સરકાર જ્યારે નિર્ણય લેશે ત્યારે મિડિયાને તેની જાણ કરવામાં આવશે.’

સૂત્રોનું કહેવું છે કે એર ઈન્ડિયાના નવા માલિક અંગેનો નિર્ણય આગામી અમુક દિવસોમાં જ લેવામાં આવશે. હાલ તમામ બોલીઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સરકારને અનેક બોલીઓ મળી છે. એમાં ટાટા ગ્રુપની ટાટા સન્સ કંપની પણ છે. આ કંપની દાવેદારોમાં સૌથી આગળ છે.