કોરોનાના ટેસ્ટ માટેનું સૌપ્રથમ લાઇસન્સ અમદાવાદની કંપનીને મળ્યું

અમદાવાદઃ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ કોરોના વાઇરસની ટેસ્ટ કિટ બનાવવા માટે અમદાવાદ સ્થિત કંપનીને લાઇસન્સ આપ્યું છે, આ લાઇસન્સ મેળવનારી આ કંપની અત્યાર સુધી દેશમાં સૌપ્રથમ કંપની છે. આ કંપનીએ દાવો કર્યો છે કે એની આ રિજન્ટ કિટ્સ કોરોના વાઇરસનું પરીક્ષણનું પરિણામ માત્ર અઢી કલાકમાં આપી દેશે. કોસારા ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિ. અમદાવાદમાં નોંધાયેલી કંપની છે અને આ કંપનીના ઉત્પાદન એકમો રણોલી અને વડોદરામાં આવેલા છે.  કોરોના વાઇરસના ટેસ્ટ માટેના લાઇસન્સની અરજી કંપનીએ એક મહિના પહેલાં કરી હતી. કંપનીને આ કોવિડ-19ના ટેસ્ટ કરવા માટેના લાઇસન્સ માટેની મંજૂરી મંગળવારે જ મળી હતી. કંપની કો-ડાયગ્નોસ્ટિકગ ઇન્ક ઓફ ઉટા, યુએસ અને અંબાલાલ સારાભાઈ એન્ટપ્રાઇઝિસ સાથે સંયુક્ત સાહસ ધરાવે છે.

અમેરિકાની કંપનીએ ટેસ્ટ કિટ વિકસાવી

અમેરિકાની કંપની કો-ડાયગ્નોસ્ટિકે કોરોના વાઇરસની ટેસ્ટ કિટ વિકસાવી છે અને કંપની ભારતમાં આ કિટનું ઉત્પાદન શરૂ કરવાના પ્રયાસો કરી રહી છે અને કંપની એને માટેના રિજન્ટ ટેસ્ટ કિટની અન્ય દેશોમાંથી આયાત કરવાના પ્રયાસો કરી રહી છે.

કોસારાના CEOએ કહ્યું લાઇસન્સ અમને મળ્યું

કોસારા ડાયગ્નોસ્ટિક્સના CEO મોહલ કાર્તિકેય સારાભાઈએ કહ્યું હતું કે અમને CDSCO પાસેથી કોરોના વાઇરસને ટેસ્ટ કરવાનું લાઇસન્સ મળ્યું છે અને અમે ટૂંક સમયમાં આ ટેસ્ટ કિટનું ઉત્પાદન શરૂ કરીશું. અને આ અમારી અમેરિકાસ્થિત ભાગીદાર કંપનીને આ માટેના જરૂરી કાચા માલસામાનનો ઓર્ડર આપ્યો છે અને એ અમને બહુ જલદી અમને મોકલી આપશે.

કંપનીએ દાવો કર્યો હતો કે હાલમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરતી ICMR અને તેની લેબોરેટરી પાંચ કલાકમાં પરિણામ જણાવે છે એની સરખામણીએ કંપનીની રિજન્ટ કિટ્સ કોરોના વાઇરસના પરીક્ષણનું પરિણામ બેથી અઢી કલાકમાં આપી દેશે.

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]