મુંબઈમાં કોરોનાનો ગભરાટ; ચારેકોર લોકડાઉન…

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે પાટનગર મુંબઈમાં આવતી 31 માર્ચ સુધી લોકડાઉન ઘોષિત કર્યું છે. એને કારણે શહેરમાં મેડિકલ સ્ટોર્સ, દૂધની ડેરીઓ, કરિયાણા સ્ટોર્સને બાદ કરતાં તમામ દુકાનો, ઓફિસો બંધ છે. લોકલ ટ્રેનોમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવાની મનાઈ છે. પરિણામે સ્ટેશનો અને ટ્રેનો ખાલીખમ હોય છે. વાહનવ્યવહાર સ્થગિત હોવાથી રસ્તાઓ સુમસામ ભાસે છે. સ્ટેશનો પર પોલીસ તથા આરોગ્ય કર્મચારીઓ ઈન્ફ્રારેડ ટેમ્પરેચર ગન વડે અંતર જાળવીને દૂરથી પ્રવાસીઓનું ટેમ્પરેચર માપતા જોવા મળ્યા હતા. 23 માર્ચ, સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકડાઉનના દ્રશ્યો. (તસવીરોઃ દીપક ધુરી)