નવી દિલ્હીઃ પંજાબ સરકારે એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે પાકિસ્તાન ડ્રોનની મદદથી હથિયાર અને વિસ્ફોટક મોકલી રહ્યું છે. આનાથી સીમા સુરક્ષા દળોની એ ધારણાને ઝાટકો લાગ્યો છે કે ઓપરેશન સુદર્શનના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સરહદને મજબૂત કરવામાં આવી હતી. જૂલાઈમાં આયોજિત મેગા-અભ્યાસનો ઉદ્દેશ્ય બોર્ડર પર કડક સુરક્ષા કરવાનો હતો. આ સીવાય પેટ્રોલિંગ સાથે જ સુરક્ષા દળોને એ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તે પોતાના વોચટાવર અને સુરક્ષા કરતા લોકોને વધારે કુશળતાથી મજબૂત કરે.
પ્રાપ્ત વિગતો અનુસાર AK-47 રાઈફલ્સ અને ગ્રેનેડ મોટા પ્રમાણમાં ડ્રોન દ્વારા અમૃતસર મોકલવામાં આવ્યા છે. આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે આ જ મહિનાની શરુઆતમાં 8 જેટલી ઉડાનો થઈ હતી અને આ હથિયાર આતંકવાદીઓ માટે હતા કે જે જમ્મૂ-કાશ્મીરમાં મુશ્કેલીઓ આતંક ફેલાવવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર બીએસએફ દાવો કરી ચૂક્યું છે કે આ પ્રકારની નાની ઉડાનોને મોનીટર કરવાની તેમની ક્ષમતા નથી. આવી યીએવીનો ખ્યાલ રડાર દ્વારા મળે છે, ખુલ્લી આંખોથી આને જોઈ શકાતી નથી. આ પ્રકારના ઓપરેશનો રાત્રીના સમયમાં કરવામાં આવે છે.
સીનિયર બીએસએફ અધિકારી વિવેક જોહરી આજે પંજાબનો પ્રવાસ કરી રહ્યા છે, જેનાથી સ્થિતીનું મોનિટરિંગ કરી શકાય. એક સીનિયર અધિકારીએ કહ્યું કે તે ટેક્નોલોજી દ્વારા આ મામલાને જોશે, અમે વર્તમાન અંતરને ઘટાડી શકીએ છીએ. તેમણે કહ્યું કે આગળના ક્ષેત્રોનો પ્રવાસ કરશે કે જ્યારે ઉલ્લંઘનો સ્પષ્ટ રુપે થયા હતા. તેઓ જ્યારે પાછા આવશે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ સોંપશે.
નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે ડ્રોન ગતિવિધિના સમયે આંતરરાષ્ટ્રીય સરહદ પર કેટલા ફોન ચાલૂ હતા. તેઓ આ રિપોર્ટને એનએસએ અજીત ડોભાલને સોંપશે.
એક સીનિયર ઈન્ટેલીજન્સ અધિકારીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, પંજાબ સાથે અભેદ્ય આંતરરાષ્ટ્રીય સરહદને પાકિસ્તાને એકવાર નહી પરંતુ ડ્રોન દ્વારા ઘણીવાર તોડી છે. તેમણે કહ્યું કે, ગૃહ મંત્રાલયે તમામ એજન્સીઓ પાસેથી જવાબ માંગ્યો છે કે આ પ્રકારના ડ્રોન હુમલાઓનો ખ્યાલ શાં માટે ન આવ્યો.