એક્ટ્રેસ નોરા ફતેહીની રૂ. 200 કરોડ વસૂલાત કેસમાં પૂછપરછ

નવી દિલ્હીઃ સુકેશ ચંદ્રશેખરના રૂ. 200 કરોડ વસૂલાત મામલે ફિલ્મ એક્ટ્રેસ નોરા ફતેહીથી ગઈ કાલે દિલ્હી પોલીસે આશરે છ કલાક પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસની EOWએ નોરા ફતેહીની ઊલટતપાસ કરી હતી. હવે 12 સપ્ટેમ્બરે જેકલિનની દિલ્હી પોલીસ પૂછપરછ કરશે.

EOWએ સુકેશ ચંદ્રશેખર ફ્રોડ કેસમાં એક્ટ્રેસ નોરા ફતેહીએ 11 કલાકથી સાંજે છ કલાક કલાક સુધી તપાસ કરી હતી. તેણે તેનું નિવેદન નોંધાવ્યું છે. નોરાને જરૂર પડે ફરી પૂછપરછ કરવા માટે પોલીસ બોલાવી શકે છે. EOWએ જેકલિનને 12 સપ્મ્બરે બોલાવી છે.સુકેશ ચંદ્રશેખર અને નોરાની EDએ સામસામે બેસાડીને મની લોન્ડરિંગના એન્ગલથી પૂછપરછ કરી હતી. એ પૂછપરથ EDની ચાર્જશીટનો પણ હિસ્સો છે.

EDએ નોરાને પોતાનો પરિચય આપવા કહ્યું હતું. જવાબમાં નોરાએ કહ્યું હતું કે મારું નામ નોરા ફતેહી છે. સુકેશ ચંદ્રશેખરનો જવાબ હતો, મારું નામ સુકેશ છે. EDએ પૂછ્યું હતું કે શું તમે ક્યારેય એકબીજાને મળ્યા કે વાત કરી છે. આ સવાલ પર નોરાનો જવાબ ‘ના’ હતો, જ્યારે સુકેશનો જવાબ ‘હા’ હતો.

આ બાદ EDએ બંનેને પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે 21 ડિસેમ્બર, 2020 પહેલાં ક્યારેય એકબીજા સાથે વાત કરી છે. નોરાએ ના પાડી હતી. સુકેશે કહ્યું કે મેં ઇવેન્ટના બે અઠવાડિયાં પહેલાં વાત કરી હતી. EDએ બાદમાં નોરાને સવાલ કર્યો હતો કે શું સુકેશે નોરાને કે તેના ફેમિલી ફ્રેન્ડ બોબી ખાનને BMW કાર ગિફ્ટ કરી હતી?નોરાએ પોલીસને પૂછપરછમાં મદદ કરી હતી. એ જ સમયે નોરાએ જવાબ આપ્યો કે હું સુકેશની પત્નીને નેઈલ આર્ટ ફંક્શનમાં મળી હતી. અહીં તેણે મને રૂ એક કરોડની BMW કાર ગિફ્ટ કરી હતી. બંનેના ગુનાહિત ઇતિહાસ વિશે મને ખબર નહોતી.આ સાથે નોરાએ કહ્યું કે મારું જેકલિન સાથે કોઈ કનેક્શન નથી.