‘આપે’ ગોવાની ચૂંટણીમાં દિલ્હીના દારૂ કૌભાંડનાં નાણાં લગાવ્યાં: ED

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગુરુવારે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ)ને દારૂ કૌભાંડથી મળેલાં નાણાંનો ઉપયોગ ગોવામાં ચૂંટણીપ્રચાર માટે કર્યો હતો. કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં EDએ કહ્યું હતું કે તપાસથી માલૂમ પડ્યું હતું કે ફંડનો એક હિસ્સા ઉપયોગ આપે ચૂંટણીપ્રચારમાં કર્યો હતો. ગોવામાં ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ગોવામાં અરવિંદ કેજરીવાલની પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બે સીટો જીતી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે EDને ચાર્જશીટને કાલ્પનિક જણાવતાં કહ્યું હતું કે એજન્સીનો ઉપયોગ સરકારને પાડવા માટે અને બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

EDના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી માટે સર્વે ટીમમાં કામ કરતા વોલેન્ટિયર્સને રૂ. 70 લાખની રોકડ ચુકવણી કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે આપ કોમ્યુનિકેશન ઇન્ચાર્જ વિજય નાયરે જણાવ્યું હતું કે કેટલાક ચોક્કસ લોકો એમાં સામેલ હતા. ચાર્જશીટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે નાયરે પાર્ટી માટે YSRCP સાંસદ મગુન્ટા શ્રીનિવાસુલુ રેડ્ડી, તેમના પુત્ર રાઘવ મગુન્ટા, અરબિંદો ફાર્માના ડિરેક્ટર પી. સરથ ચંદ્ર રેડ્ડી, તેલંગાણાના CM કેસીઆરની પુત્રી કવિતા કલવકુંતલાના એક ગ્રુપથી રૂ. 100 કરોડની લાંચ પ્રાપ્ત કરી હતી.

એજન્સીનું કહેવું છે કે હૈદરાબાદના વેપારી અભિષેક બોઇનપલ્લીએ દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના સહયોગી દિનેશ અરોડાની સાથે મળીને આ નાણાં ટ્રાંસફર કરવામાં મદદ કરી હતી. દિલ્હી સરકાર  દારૂ કૌભાંડમાં ઘેરાયેલી છે. EDએ આ સરકારના કાર્યકાળમાં 5000 ચાર્જશીટ ફાઇલ થશે. જોકે કેજરાવાલે EDના આરોપોને કાલ્પનિક ગણાવ્યા હતા.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]