કોરોનાના 9996 નવા કેસ, 357નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વભરમાં 72 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ આંકડા રોજેરોજ વધી રહ્યા છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,86,579 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9996 નવા કેસ નોંધાયા છે અને 357 લોકોનાં મોત થયાં છે. દેશમાં સૌપ્રથમ વાર આટલી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે અને મોત થયાં છે. અત્યાર સુધીમાં આ વાઇરસથી 8102 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ બીમારીને 1,41,029 દર્દીઓ માત આપી ચૂક્યા છે. રિકવરી રેટ 49.21 ટકાએ પહોંચ્યો છે. દેશનાં બધાં રાજ્યોમાંથી કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે.

કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને

કોવિડ-19 પ્રભાવિત દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને યુકે પછી પાંચમો છે, એમ જોન હોપકિન્સ યુનિવર્સિટીનો ડેટા કહે છે.

અત્યાર સુધી 52 લાખ લોકોનું કોવિડ-19નું પરીક્ષણ કરાયું

દેશમાં અત્યાર સુધીમાં 52,13,140 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 1,51,808 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા છે, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.