કોરોનાના 8024 નવા કેસ,10નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8024 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 195.19થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 50,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,32,30,101 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના 735 નવા કેસો નોંધાયા હતા, જ્યારે મુંબઈના 1803 નવા કેસ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ સંક્રમણના 2946 નવા કેસ નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધી 5,24,771 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,57,335 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 4592 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 47,995એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.68 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,49,418 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.24 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.21 ટકા છે.

દેશમાં 195.19 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,95,19,81,150 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11,77,146 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]