કોરોનાના 76,472 નવા કેસ, 1021નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 76,472 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1021 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 34,63,972 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 62,550 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 26,48,998 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,52,424 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.47 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે. 

વેક્સિનની કિંમત 225થી 550 રૂપિયા

કોવિડ-19ની વેક્સિનનું પરીક્ષણ ઝડપથી આગળ વધી રહ્યું છે, દેશનાં બજારોમાં 2021ની શરૂઆતમાં એક સ્વીકૃત વેક્સિન થઈ જવાની આશા વધી રહી છે. અહેવાલ કહે છે કે વૈશ્વિક સ્તર પર ચાર સંભવિત વેક્સિન છે, જે 2020ના અંત અથવા 2021ની શરૂઆતમાં મંજૂરી મળી જવાની આશા છે.  દેશમાં વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ ત્રણથી છ ડોલર (225થી 550 રૂપિયા) હોઈ શકે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.