૬૩ મૂન્સ ટેક્નોલોજીસ, સ્પુમા એસઆરએલ વચ્ચે કરાર

મુંબઈઃ ૬૩ મૂન્સ ટેક્નોલોજીસે રિવાઇટલાઇઝ્ડ ગૂડ્સ માટે સમગ્ર યુરોપને આવરી લેનારી ડિજિટલ માર્કેટ ઈકોસિસ્ટમ માટે ઈટાલીસ્થિત સ્પુમા એસઆરએલ સાથે કરાર કર્યા છે. આ પ્રોજેક્ટ લાખો યુરો મૂલ્યનો છે. 

ઉક્ત પ્રોજેક્ટ હેઠળ ખૂબ જ ઉંચા મૂલ્યના રિવાઇટલાઇઝ્ડ ગૂડ્સનું પ્રોક્યોરમેન્ટ અને એક્સચેન્જ કરવામાં આવે છે. ઉત્પાદન ક્ષેત્રે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ધોરણે કામ કરનારી આ સૌથી મોટી સુવિધા હશે. 

સ્પુમા એસઆરએલને અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિયલ ટાઇમ ધોરણે અતિશય મહત્ત્વનાં સોલ્યુશન્સ પૂરા પાડવામાં ૬૩ મૂન્સ ટેક્નોલોજીસની નિપુણતાનો લાભ લેવામાં આવશે. ૬૩ મૂન્સ સ્પુમા એસઆરએલને સોફ્ટવેર એઝ અ સર્વિસ મોડેલ આધારિત સેવા પૂરી પાડશે. તેમાં ડિજિટલ ઈકોસિસ્ટમમાં પ્રાપ્ત થતા ટ્રાન્ઝેક્શન ચાર્જીસની આવકની વહેંચણી કરવામાં આવશે. ૬૩ મૂન્સે આ ઇનોવેટિવ  મોડેલ તૈયાર કર્યું છે. ભારતીય એક્સચેન્જોને એક સમયે બૌદ્ધિક સંપદાનો આર્થિક લાભ અપાવવા માટે કંપનીએ રચેલા ઇનોવેટિવ મોડેલના આધારે આ મોડેલ બનાવવામાં આવ્યું છે. 

સ્પુમા એસઆરએલ શરૂઆતમાં ઈટાલીથી પોતાની સેવાઓ પૂરી પાડશે. પછીથી સમગ્ર યુરોપિયન યુનિયનના દેશોને આવરી લેવામાં આવશે. સંબંધિત સરકારી એજન્સીઓ એમાં મૂડી આપીને સહભાગી થાય એવો પ્રસ્તાવ છે. 

૬૩ મૂન્સ આ સમગ્ર પ્રોજેક્ટ માટે સોફ્ટવેર એપ્લિકેશનના નિર્માણ, ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ માટે ટેક્નોલોજી લાઇસન્સ અને સપોર્ટ પાર્ટનર બની રહેશે. સમગ્ર યુરોપને આવરી લેનારા પ્રોજેક્ટ માટે આ સપોર્ટ જરૂરી બની રહે છે. 

૬૩ મૂન્સ ઉક્ત ટેક્નોલોજીને અમલમાં મૂકવા માટે એમેઝોનની એડબ્લ્યુએસ, માઇક્રોસોફ્ટની અઝ્યુર અને ગૂગલ ક્લાઉડ જેવી ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસીસનું આકલન કરશે.