કોરોનાના નવા 5242 કેસ અને 157 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન છતાં કોરોના વાઇરસના કેસમાં વધારો ચાલુ છે. દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને  96,169 થઈ છે. અત્યાર સુધી કોરોનાથી 3029થી વધુ લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના 5242 નવા કેસો નોંધાયા છે અને 157 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ ઉછાળો છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 36,824 લોકો સ્વસ્થ થયા છે. રિકવરી રેટ વધીને 38 29 ટકા થયો છે. દેશમાં હાલ કોરોના 56,316 સક્રિય કેસો છે.

WHOની પાસે 62 દેશોએ જવાબ માગ્યો

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઇરસને અટકાવવા માટે અત્યાર સુધી કયાં પગલાં લીધાં અને એની શી ભૂમિકા રહી. ભારત સહિત વિશ્વના 62 દેશો આવા સવાલના જવાબ માગી રહ્યા છે. ભારતે સત્તાવાર રીતે આ દેશોને સમર્થન કર્યું છે અને યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેલિયા દ્વારા તપાસની માગ કરતા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થનારી આ બેઠકના પ્રસ્તાવિત મુસદ્દાને જાપાન, બ્રિટન, ન્યુ ઝીલેન્ડ, સાઉથ કોરિયા, બ્રાઝિલ અને કેનેડા સહિત 62 દેશોએ સમર્થન કર્યું છે. WHOની 73મી બેઠક આજથી શરૂ થશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.