ગંગા અને તેની સહાયક નદીઓમાં મૂર્તિ વિસર્જન પર 50 હજારનો દંડ લાગશે…

નવી દિલ્હીઃ તહેવારો દરમિયાન ગંગા અને તેની સહાયક નદીઓમાં મૂર્તિ વિસર્જન કરવાનું હવે મોંઘુ પડી શકે છે. કેન્દ્ર સરકારના “નેશનલ મિશન ફોર ક્લીન ગંગા” દ્વારા રાજ્યોને દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. આ અંતર્ગત દશેરા, દિવાળી, છઠ અને સરસ્વતી પૂજા દરમિયાન મૂર્તિ વિસર્જન કરવા પર 50 હજાર રુપિયાનો દંડ લગાવવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારોને મૂર્તિ વિસર્જન વાળી નદીઓના તમામ ઘાટોને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે દિશા-નિર્દેશોના ઉલ્લંઘન પર વસૂલવામાં આવેલો દંડ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જમા કરાવવામાં આવશે.  

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગંગા અને તેની સહાયક નદીઓના કિનારે અસ્થાયી તળાવો બનાવવા માટે કહ્યું છે, જ્યાં મૂર્તિ વિસર્જન કરી શકાય. આ સાથે જ રાજ્ય ઓથોરિટી, બોર્ડ અને નિગમને નિર્દેશ આપવામાં આવ્યો છે કે મૂર્તિઓ માત્ર સિંથેટિક મટિરિયલ, નોન-બાયોડિગ્રેડેબલ મટિરિયલ, પ્લાસ્ટર ઓફ પેરિસ, પાકેલી માટી, ફાઈબર અને થર્મોકોલથી બનાવવામાં આવે. તમામ રાજ્ય મૂર્તિઓને રંગવામાં ઉપયોગમાં લેવાતા ઝેહેરીલા કલર, નોન-બાયોડિગ્રેડેબલ કેમિકલ ડાઈ અથવા સિંથેટિક પેઈન્ટ ઉપયોગ કરવા પર રોગ લગાવવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યોના મુખ્ય સચિવને દરેક તહેવાર બાદ એક્શન ટાસ્ક રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકારોને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા નિર્દેશ, તે રાજ્યો પર લાગૂ થશે કે જ્યાંથી ગંગા અને તેની સહાયક નદીઓ પસાર થાય છે. આમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ, હરિયાણા અને રાજસ્થાન શામિલ છે.