નવી દિલ્હી – કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે રેલવે પોલીસ દળમાં 10 હજાર નવા જવાનની ભરતી કરવામાં આવનાર છે. એમાં 50 ટકા સ્થાન મહિલાઓ માટે અનામત રહેશે.
ગોયલે એમ પણ કહ્યું છે કે રેલવે તંત્રમાં 13 હજાર નવી નોકરીઓનું નિર્માણ થશે. એ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. કોઈ ઈન્ટરવ્યૂ લેવામાં નહીં આવે.
કર્મચારીગણની દ્રષ્ટિએ ભારતીય રેલવે વિશ્વમાં સૌથી મોટી કંપની છે.
રેલવેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની શરૂઆત 1957માં કરવામાં આવી હતી.
હાલ RPFમાં 70 હજાર જેટલા લોકો કામ કરે છે. ભારતમાં આ સૌથી મોટા દળમાંનું એક ગણાય છે.