નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4194 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલ કરતાં 14.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 255 લોકોનાં મોત થયાં છે.રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 179.72 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,84,261 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,15,714 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,26,328 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6208 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 42,219એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.70 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8,12,365 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 77.68 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.71 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.73 ટકા છે.
દેશમાં 179.72 લાખ લોકોનું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં 1,79,72,00,515 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 16,73,515 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.