નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 93 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 41,322 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 485 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 93,51,109 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,36,200 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 87,59,969 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,379 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. પાછલા 24 કલાકમાં 41,452 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,54,940એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.