નવી દિલ્હીઃ દેશમાં બીજી લહેર કહેર વરસાવી રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,67,334 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 4529 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,54,96,330 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,83,248 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,19,86,363 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,89,851 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 32,26,719એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.23 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.11 ટકા થયો છે.
જો સંક્રમણની વાત કરીએ તો પોઝિટિવિટી દર 14.09 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 18.69 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં 18.58 કરોડ લોકોનું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં 18,58,09,302 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13,12,155 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
2,67,334 new cases of corona, 4529 deaths
