અટારી (પંજાબ, ભારત): પાકિસ્તાનમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લાગુ કરાયેલા લોકડાઉનને કારણે આઠ મહિનાથી અટવાઈ ગયેલા 221 જણ વાઘા-અટારી સરહદેથી ભારત પાછા ફર્યા છે. આમાંના 135 જણ NORI (નો-ઓબ્લિગેશન ટુ રીટર્ન ટુ ઈન્ડિયા) વિઝા ધારકો છે, 11 પાકિસ્તાની નાગરિકો છે અને 75 ભારતીય નાગરિકો છે.
આ તમામ લોકો અટારી સરહદે આવી પહોંચ્યા બાદ સ્થાનિક હોસ્પિટલના ડોક્ટરોની ટીમે એમની કોરોના જાંચ કરી હતી. હીના નામની એક મહિલા તેની માતાની અંતિમવિધિ કરવા માટે પાકિસ્તાન ગઈ હતી, પણ લોકડાઉનને કારણે ત્યાંથી ભારત પાછી ફરી શકી નહોતી. એક અન્ય પ્રવાસી, જે પુરુષ છે, તેણે કહ્યું કે એ તેની પત્ની અને બાળકને મળવા પાકિસ્તાન ગયો હતો, પણ આઠ મહિને ભારત પાછા આવવા મળ્યું છે. મને બહુ સારું લાગે છે.
આ તમામને ભારત પાછા મોકલવાની વ્યવસ્થા કરવાની ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને લેખિતમાં વિનંતી કરી હતી.
