નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન મળ્યા પછી ઊભા થયેલા ટેન્શનની વચ્ચે રાહતની વાત એ છે કે દેશમાં જુલાઈ પછી પહેલી વાર કોવિડ-19ના સૌથી ઓછા કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. ભારત વિશ્વમાં કોરાનાને મામલે બીજો દેશ બની ગયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 19,556 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 301 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,00,75,116 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,46,111 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 96,36,487 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,92,518એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.53 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
કોવિડ-20ની ટ્વીટર પર ટ્રેન્ડમાં
બ્રિટનમાં કોરોના વાઇરસનું નવું સ્ટ્રેન જોવા મળ્યા બાદ સોમવારે ટ્વિટર પર કોવિડ-20 ટ્રેન્ડ કરવાનું શરૂ થઈ ગયું હતું. એવી આશંકા છે કે કોવિડ-19 કરતાં વધુ ચેપી હોવાની આશંકા છે, તેથી કોવિડ-20 તરીકે ચર્ચા થવા લાગી છે. કોવિડ-20 પર હજારો ટ્વીટ્સ થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.