નવી દિલ્હી – નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા ત્યારપછી, ૨૦૧૬ની સાલથી લઈને અત્યાર સુધીમાં પાકિસ્તાનની જેલોમાંથી વધુમાં વધુ ૧,૪૪૭ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.
આ જાણકારી આજે લોકસભામાં સરકારે આપી હતી.
આ તમામ માછીમારોને ભારત પાછા મોકલી પણ દેવામાં આવ્યા છે.
વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન વી. મુરલીધરને એક લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે આ વર્ષે ૨૦ જૂન સુધીમાં ૩૫૫ માછીમારોને છોડી મૂકવામાં આવ્યા છે.
સરકારે જણાવ્યું કે, ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલોમાંથી વહેલી તકે છોડી મૂકવામાં આવે અને એમને તેમની બોટ સાથે ભારત પાછા મોકલી દેવામાં આવે એ માટે ભારત સરકાર પાકિસ્તાનના સત્તાધિશોને સતત જણાવતી રહી હતી.