કોરોના સંક્રમિતોની સંખ્યા 20,000ની નજીક, 1,383 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 19,984 થઈ ગઈ છે અને અત્યાર સુધી આ વાઇરસથી 640 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસથી 1,383ના નવા કેસ સામે આવ્યા છે અને 50 લોકોનાં મોત થયાં છે. થોડા રાહતના સમાચાર છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 3,870 લોકો સાજા થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 2,178 થઈ, 19 લોકોનાં મોત

ગુજરાતમાં સૌપ્રથમ વાર કોરોના વાઇરસથી સંક્રમિત બે લોકોની સારવાર પ્લાઝમા થેરેપીથી થઈ રહી છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 130 નવા કેસ આવ્યા છે, સુરતમાં 78, વડોદરામાં છ, અરાવલ્લી અને બનાસકાંઠામાં પાંચ-પાંચ, વલસાડમાં ત્રણ, બોટાદમાં અને રાજકોયમાં બે-બે, મહેસાણા, ભરૂચ, દાહોદ, સાબરકાંઠા, નવસારી, ગિર સોમનાથ, ખેડા અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યા છે.

વિશ્વમાં વાઇરસ સંક્રમિતોની સંખ્યા 25 લાખથી વધુ

વિશ્વભરતમાં કોરોના વાઇરસનો કહેર જારી છે આ વાઇરસથી વિશ્વભરમાં 25 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 80 ટકા કેસો યુરોપ અને અમેરિકામાં છે. અમેરિકામાં કોવિડ-19થી પાછલા 24 કલાકમાં 2700થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા નીચે મુજબ છે.