આ સપ્તાહમાં આવી રહ્યા છે અનેક મોટા તહેવારો

નવી દિલ્હીઃ હિંદુ કેલેન્ડર અનુસાર આ સપ્તાહમાં કેટલાક મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો આવી રહ્યા છે. જેમાં વૈશાખ અમાસ, પરશુરામ જયંતી, અક્ષય તૃતિયા, વિનાયક ચતુર્થી સહિતના તહેવારોનો સમાવેશ થાય છે. હિંદુઓમાં અક્ષય તૃતિયાનું વિશેષ મહત્વ છે. આ તહેવારની લોકો વર્ષભર રાહ જોતા હોય છે.

અહીં જાણીએ કે આ વ્રત અને તહેવારો કયા દિવસે આવે છે… ગણેશ ચતુર્થીઃ વૈશાખ માસની વિનાયક ચતુર્થી 27 એપ્રીલના દિવસે સોમવારના રોજ છે. વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ 26 એપ્રીલના રોજ બપોરે 01 વાગ્યે અને 22 મીનિટથી થઈ રહ્યો છે જે 27 એપ્રીલના રોજ બપોરે 02 વાગ્યે 09 મીનિટ સુધી છે. ગણેશ ચતુર્થીના દિવસે પૂજાનો સમય 27 એપ્રીલના રોજ દિવસે 11:00 વાગ્યાથી બપોરે 13:38 વાગ્યા સુધી છે.વૈશાખ અમાસઃ હિંદુ કેલેન્ડર અનુસાર, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અમાસને વૈશાખ અમાસ કહેવામાં આવે છે. વૈશાખ અમાસ 22 એપ્રીલના રોજ આવે છે. આનો પ્રારંભ 22 એપ્રીલના દિવસે બુધવારે સવારે 5 વાગ્યે અને 37 મીનીટથી થઈ રહ્યો છે કે જે 23 એપ્રીલના દિવસે ગુરુવારે સવારે 07 વાગ્યે અને 55 મીનિટ સુધી રહેશે. આ અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે.

પરશુરામ જયંતિઃ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામનું પૃથ્વી પર અવતર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતિયા તીથી પર થયું હતું કે જે આ વર્ષે 25 એપ્રીલ અને શનિવારના રોજ આવે છે. આ મહાપાવન પર્વને પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો વ્રત અને પૂજન સાથે મૌન વ્રત પણ રાખે છે. અક્ષય તૃતિયાઃ અક્ષય તૃતિયા અથવા અખાત્રીજ આ વર્ષે 26 એપ્રીલ અને રવિવારના રોજ આવી રહી છે. અક્ષય તૃતિયા વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતિયા તીથીએ મનાવવામાં આવે છે. આનું હિંદૂ ધર્મમાં વિશેષ મહત્વ છે. અક્ષય તૃતિયાના દિવસે સોનું ખરીદવું તે શુભ માનવામાં આવે છે પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે આ શક્ય નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અક્ષય તૃતિયાના દિવસે સોનું ખરીદવાથી પરિવારમાં ધન, સંપત્તિ અને સમૃ્દ્ધી આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, અક્ષય તૃતિયાના રોજ જ ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો. અક્ષય તૃતિયાનો પ્રારંભ 26 એપ્રીલના રોજ બપોરે 01 વાગ્યે અને 22 મીનિટથી થઈ રહ્યો છે કે જે 27 એપ્રીલના રોજ બપોરે 02 વાગ્યે અને 29 મીનિટ સુધી છે. અક્ષય તૃતિયા પર સોનું ખરીદવાનો સમય 26 એપ્રીલના રોજ દિવસે 11:51 વાગ્યા સુધી છે.