ઇસ્કોન બ્રિજ નો અકસ્માત ભુલાયો નથી ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના માણેકબાગ નજીક એક નબીરાએ BMW કારથી અકસ્માત સર્જો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ત્યારે અમદાવાદમાં બેફામ નબીરાઓને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગઈ કાલે મોડી રાત્રે શહેરના માણેકબાગ વિસ્તારમાં બીએમડબલ્યૂ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત GJ-01-KA-6566 નંબરની BMW કારે અકસ્માત સર્જ્યો હતો.જજીસ બંગલોથી માણેકબાગ વચ્ચે નશામાં ધૂત BMW કાર ચાલક કમલેશ બિશ્નોઈ નામના વ્યક્તિએ અકસ્માત કર્યો છે.
Flash:
Visuals of the drunk driver #AhmedabadAccident #Gujarat pic.twitter.com/DcXtNCPw6Q
— Yuvraj Singh Mann (@yuvnique) July 27, 2023
એક અઠવાડિયામાં અકસ્માતની ત્રીજી ઘટના
ઈસ્કોન બ્રિજ અક્સમાત બાદ શહેરમાંથી અનેક આી ઘટનાઓ સામે આવી, જેમાં થોડા દિવસ પહેલા પણ મણીનગરમાં એક નશામાં ધૂત નબીરાએ પુરપાટ ઝડપે કાર ચલાવીને જઈ રહેલા નબીરાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પહેલા બાંકડાને ટક્કર મારી હતી. એક જ દિવસે ઉસ્માનપુરામાં પણ આ પ્રકારની અકસ્માતની ઘટના બની હતી. તેમજ બે દિવસ પહેલા જ શહેરના બોપલ વિસ્તારમાં એક કારચાલકે બાઈકસવારને અડફેટે લીધો હતો. જેમા બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. આમ અમદાવાદમાં એક અઠવાડિયામાં અકસ્માતની ત્રીજી ઘટના સામે આવી છે.
કાર ચાલકની અટકાયત
જાણવા નશામાં ધૂત નબીરાએ અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હોવાની પણ વિગતો સામે આવી છે.નશામાં ધૂત કાર ચાલક નો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું, ઘટનાને પગલે સેટેલાઈટ પોલીસ દ્વારા કાર ચાલક કમલેશની અટકાયત કરવામાં આવી છે.
પોલીસની મેગા ડ્રાઈવ
શહેરમાં નબીરાઓ બેફામ બન્યા હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે શહેરમાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ રાજ્યમાં મેગા ટ્રાઈવ શરુ કરવામા આવી છે. જેમાં બેફામ વાહન હંકારતા વાહન ચાલકોને ઝડપી પાડી કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો છે.