મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ ખૂબ વધી જતાં દેશભરમાં ગભરાટ ફેલાયો છે. દેશના આર્થિક પાટનગર કહેવાતા મુંબઈ શહેરમાં પણ રોગના કેસ વધી જતાં ચિંતા પ્રસરી છે. શહેરનાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે નવા કેસની દૈનિક સંખ્યા જો 20,000ના આંકડાને પાર કરી જશે તો અમે લોકડાઉન લાગુ કરીશું.
ગઈ કાલે શહેરમાં કોરોનાના નવા 8,082 કેસ નોંધાયા હતા. 2021ની 18 એપ્રિલ બાદ કોરોનાના દૈનિક કેસનો આ સૌથી મોટો આંકડો છે. આ બીમારીને કારણે બે દર્દીનાં જાન નિપજ્યા છે, એમ મહાનગરપાલિકાએ જાણકારી આપી છે. શહેરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 40 નવા કેસ નોંધાયા છે. આ સાથે આ વેરિઅન્ટના કુલ દર્દીઓનો આંકડો વધીને 368 થયો છે.