કેન્દ્ર-સરકારે મહારાષ્ટ્રને રૂ.11,519-કરોડનો જીએસટી હિસ્સો છૂટો કર્યો

મુંબઈઃ કેન્દ્રીય નાણામંત્રાલયે મહારાષ્ટ્ર રાજ્યને આપવાનો નીકળતો 11,519 કરોડનો જીએસટી હિસ્સો છૂટો કરી દીધો છે. આ જાણકારી મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આપી છે. અગાઉ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે એમ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી જીએસટી હિસ્સા સ્વરૂપે રૂ. 27,000 કરોડ મળવાની મહારાષ્ટ્ર સરકારને અપેક્ષા છે.

પાટીલે કહ્યું કે શિવસેનાની આગેવાની હેઠળની સંયુક્ત સરકારે આ રકમનો ઉપયોગ કોરોના કટોકટીનો સામનો કરવા માટે કરવો જોઈએ અને રાજ્યમાં વિકાસલક્ષી યોજનાઓ ઝડપથી પૂરી કરવી જોઈએ. રાજ્ય સરકારે દરેક વખતે કેન્દ્ર પર દોષારોપણ કરવું ન જોઈએ.