ટ્રાન્સ-હાર્બર લિન્કઃ મુંબઈથી અલીબાગ માત્ર 20 મિનિટમાં પહોંચાશે

મુંબઈઃ પર્યટકો માટે ખુશખબર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પ્રોજેક્ટનું 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. આ સમુદ્રી માર્ગ આ વર્ષના નવેમ્બરથી ખુલ્લો મૂકાશે. તે શરૂ થયા બાદ મુંબઈથી પડોશના જાણીતા ફરવાલાયક સ્થળ અલીબાગ ખાતે માત્ર 20 મિનિટમાં પહોંચી શકાશે.

(તસવીર સૌજન્યઃ @CMOMaharashtra)

શિંદેએ આ પ્રોજેક્ટની પ્રગતિનું સ્થળ પર જઈને જાતે નિરીક્ષણ કર્યું હતું અને જાણકારી મેળવી હતી. ટ્રાન્સ-હાર્બર લિન્ક પ્રોજેક્ટના બીજા ચરણમાં 180 કિલ.મી. લાંબો અને આશરે 2,300 મેટ્રિક ટન વજનનો ઓર્થોટ્રોપિક સ્ટિલ ડેક ઊભો કરવામાં આવ્યો છે.