એસી લોકલ ટ્રેનોનું ટિકિટભાડું કદાચ ઘટાડવામાં આવશે

મુંબઈઃ શહેરમાં મધ્ય અને પશ્ચિમ રેલવે વિભાગોએ શરૂ કરેલી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનસેવાને પ્રવાસીઓ તરફથી એકંદરે સાવ ઠંડો પ્રતિસાદ મળ્યો છે. એને કારણે બંને વિભાગ આ ટ્રેનપ્રવાસ માટેની ટિકિટના દર ઘટાડે એવી શક્યતા છે. વધુમાં, એસી લોકલ ટ્રેનોની સંખ્યા વધારીને પ્રવાસીઓને વધારે સુવિધા પૂરી પાડવાનું પણ વિચારણા હેઠળ છે.

મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશને મુંબઈ અને દિલ્હીની મેટ્રો ટ્રેનોના ટિકિટભાડા જેટલા મુંબઈની એસી લોકલ ટ્રેનના ભાડા રાખવાનું સૂચવ્યું હતું. પરંતુ, પ્રવાસીઓનો પ્રતિસાદ વધે એ માટે પ્રવાસીઓ પાસેથી જ અભિપ્રાય માગવામાં આવ્યા છે. પ્રવાસીઓએ ટિકિટભાડાં વધારે હોવાનું જણાવ્યું છે. રેલવે તંત્રની યોજના તો ભવિષ્યમાં મુંબઈમાં બધી લોકલ ટ્રેન સેવાને એસી લોકલ ટ્રેન સેવામાં બદલવાની છે.

(ફાઈલ તસવીરો)