મુંબઈ – આવતા વર્ષના જુલાઈ મહિનાથી ભારતમાં જે નવા ડ્રાઈવિંગ લાઈસન્સ અને વેહિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ ઈસ્યૂ કરાશે તે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાન પ્રકારના રહેશે.
નવા સ્માર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ તથા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ એમ્બેડ કરેલી માઈક્રોચિપ્સ અને QR કોડ્સવાળા હશે.
આવતા વર્ષથી દેશભરમાં, મેટ્રો અને એટીએમ કાર્ડ્સની જેમ, તમામ ડ્રાઈવિંગ લાઈસન્સ અને વેહિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સનો દેખાવ, રંગ અને ડિઝાઈન સમાન રહેશે. આની પાછળનો હેતુ ટ્રાફિક પોલીસકર્મીઓ એમના હેન્ડ-હેલ્ડ ડીવાઈસીસ દ્વારા વાહનચાલકના કાર્ડમાં સ્ટોર કરેલી વિગતો આસાનીથી એક્સેસ કરી શકશે.
વાહનચાલકે અંગદાન કર્યું હશે તો વિગત તેમજ ડ્રાઈવર વિકલાંગ માટે ખાસ બનાવેલું વાહન ડ્રાઈવ કરી રહ્યો છે કે તે વિશેની વિગત પણ નવા ડ્રાઈવિંગ લાઈસન્સમાં પ્રસ્તુત કરવામાં આવશે.