Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Mumbai ઓનલાઈન બેન્કિંગ ઠગાઈમાં રૂ.9.5 લાખ ગુમાવ્યા
  • News
  • Mumbai

ઓનલાઈન બેન્કિંગ ઠગાઈમાં રૂ.9.5 લાખ ગુમાવ્યા

January 31, 2022
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના બદલાપુરમાં એક નાગરિક સાથે છેતરપીંડી કરીને એક અજાણ્યા ઠગે એના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 9 લાખ 50 હજારની રકમ ચોરી લીધી છે. 53-વર્ષીય નાગરિકને તે ઠગે ફોન પર જણાવ્યું હતું કે તમે તમારા મોબાઈલ ફોન પર એક એપ ડાઉનલોડ કરો અને પછી ખાનગી માહિતી શેર કરો.

    ગઈ 23 જાન્યુઆરીએ છેતરપીંડીનો શિકાર બનેલા નાગરિક ભારતીય નૌકાદળના નિવૃત્ત સભ્ય છે અને હાલ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. એમણે પોલીસને જણાવ્યું કે એક રાષ્ટ્રીયકૃત બેન્કની મોબાઈલ એપ કામ કરતી નહોતી એટલે તેમણે બેન્કના કસ્ટમર કેર વિભાગને જાણ કરી હતી. ત્યાંથી એમને એક વ્યક્તિ તરફથી વળતો ફોન આવ્યો હતો. પોતે કસ્ટમર સર્વિસ વિભાગનો એક્ઝિક્યૂટિવ છે એમ તેણે કહ્યું હતું અને ‘AnyDesk’ એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. કોલ કરનારે એમને કેટલીક સૂચના આપી હતી અને તેમના બેન્ક એકાઉન્ટ વિશે કેટલીક માહિતી પૂછી હતી. ત્યારબાદ કોલ કરનારે કહ્યું હતું કે તમારું યૂઝર આઈડી અને પાસવર્ડ હવે બદલાઈ ગયા છે અને તમે એપ વાપરી શકો છો. પરંતુ, 24 જાન્યુઆરીએ એમને બેન્કમાંથી મેસેજ આવ્યો હતો કે એમના એકાઉન્ટ માટે રજિસ્ટર કરાયેલો મોબાઈલ ફોન નંબર બદલાઈ ગયો છે. ફરિયાદીને આશ્ચર્ય થયું હતું અને એ પૂછપરછ કરવા બેન્કમાં ગયા હતા. ત્યાં એમને જાણ કરાઈ હતી કે એમના ખાતામાંથી એક અન્ય ખાતામાં રૂ. 9,53,363 ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. ખાતેદારે ત્યારબાદ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 420 (છેતરપીંડી) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ હેઠળ અજાણ્યા શખ્સ સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

     

    • TAGS
    • app
    • bank
    • Bank Account
    • banking fraud
    • confidential information Mumbai
    • Customer Care
    • Download
    • fraud
    • fraudster
    • Mobile Phone
    • Online
    • police
    • unidentified
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleગૂગલ ભારતી એરટેલમાં એક અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે
      Next articleરાત્રિ-કરફ્યુ જેવાં પગલાં ઓમિક્રોન પર ભારે પડ્યાં: સર્વે
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      સ્કેમ એલર્ટ: જનગણતરીને નામે ઠગો કરી રહ્યા છેતરપિંડી

      PM કૌશલ વિકાસ યોજનામાં અનેક ગેરરીતિઓનો CAGનો ખુલાસો

      EDને રેપિડો ડ્રાઇવરના ખાતામાં મળ્યા રૂ. 331 કરોડ

      Recent Posts

      • વિશ્વભરમાં મોદી મેજિકની ચર્ચા: ટ્રમ્પે PM મોદીને આપ્યા અભિનંદન
      • તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સત્તાવાર એન્ટ્રી પરંતું બહુમતી માટે ખેંચતાણ
      • વિશ્વભરમાં પીએમ મોદીનો ડંકો: પાકિસ્તાને સ્વીકાર્યો મોદીનો દબદબો
      • હાર બાદ મમતા બેનર્જીનો હુંકાર: હું રાજીનામું નહીં આપું
      • કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટા  ભાગના મુસ્લિમ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa