કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ની સ્મૃતિમાં ‘સ્મરણયાત્રા’ કાર્યક્રમનું આયોજન

મુંબઈઃ લોકપ્રિય કવિ, નિવૃૃત્ત પ્રોફેસર અને સંચાલક સુરેન ઠાકર ‘મેહુલ’ની સ્મૃતિમાં મુંબઈના બોરીવલી (પશ્ચિમ)માં 6 ઓગસ્ટના શનિવારે કાર્યક્રમ ‘સ્મરણયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં કવિના સર્જનની વાત અને દ્રશ્યશ્રાવ્ય સ્મરણ કરાવશે સંદીપ ભાટિયા, મુકેશ જોશી, દિલીપ રાવલ, અવિનાશ પારેખ, હિમાંશુ પ્રેમ, સતીષ વ્યાસ, રાજેન બ્રહ્મભટ્ટ, પ્રતિમા પંડ્યા, સંજય પંડ્યા અને સુરેશ જોશી. કાર્યક્રમ બોરીવલી (પશ્ચિમ)ના સાઈબાબા મંદિર, સાઈબાબા નગર ખાતે સાંજે 7.15 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં અહીં લાઈવ પણ જોડાઈ શકાશેઃ JHARUKHO યૂટ્યૂબ ચેનલ અને પ્રતિમા પંડ્યા ફેસબુક.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]