પ્લાસ્ટિક પરના પ્રતિબંધને મુંબઈ હાઈકોર્ટમાં પડકારાયો

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્યભરમાં પ્લાસ્ટિકના ઉત્પાદકો તથા વિક્રેતાઓના સંગઠને પ્લાસ્ટિકની થેલીઓ તથા પ્લાસ્ટિકની અન્ય ચીજવસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના નોટિફિકેશનને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યું છે.

પ્લાસ્ટિક ઉત્પાદકોએ પ્લાસ્ટિક પ્રતિબંધ સંબંધિત ત્રણ પીટિશન હાઈકોર્ટમાં નોંધાવી છે.

અરજદારોએ એવી દલીલ કરી છે કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર રાજ્ય સરકારને નથી. એ અધિકાર કેન્દ્ર સરકારને છે. રાજ્ય સરકારે પોતાને તે અધિકાર ન હોવા છતાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે તે અયોગ્ય છે.