ઘોંઘાટીયા સંગીત, ડીજેની કોઈ જરૂર નથી, નવરાત્રી પરંપરાગત રીતે ઉજવોઃ હાઈકોર્ટ

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે એવી નોંધ લીધી છે કે નવરાત્રી ધાર્મિક ઉત્સવ શક્તિરૂપી માતાની ભક્તિ વિશેનો છે તેથી એમાં એકાગ્રતા અને ધ્યાન ધરવાની જરૂર હોય છે. એ કંઈ ઘોંઘાટીયા વાતાવરણમાં કરી ન શકાય. તેથી ગરબા ગાવા અને દાંડિયા રમવા માટે ડીજે, લાઉડસ્પીકરો વગેરે જેવી આધુનિક સાઉન્ડ સિસ્ટમોનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી.

નવરાત્રી ઉત્સવ દરમિયાન સાઉન્ડ સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક જનહિતની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે ઉપર મુજબ અનુમાન વ્યક્ત કર્યું છે.